મોરબી : રીપેરીંગના કારણે ૩ દિવસ જૂથ યોજનામાંથી પાણી વિતરણ બંધ : ૯ ગામોને અસર

- text


રવાપર, નળિયાદ, લાલપર, ત્રાજપર, ઇન્દિરાનગર, મહેન્દ્રનગર, પીપળી, ધરમપુર અને ટીંબડી ગામને ૩ દિવસ પાણી નહિ મળે

મોરબી : મોરબી- માળીયા-જોડિયા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ અપાતું પાણી રિપેરીંગના કારણે ત્રણ દિવસ બંધ રહેશે. જેથી રવાપર, નળિયાદ, લાલપર, ત્રાજપર, ઇન્દિરાનગર, મહેન્દ્રનગર, પીપળી, ધરમપુર અને ટીંબડી ગામને ૩ દિવસ સુધી પાણી પુરવઠો મળશે નહીં.

મોરબી – માળીયા – જોડિયા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત મચ્છુ-૨ ડેમ ખાતેના ઇન્ટેક વેલના થાળાની દિવાલ તૂટી જતા ડેમના ડેડવોટરનું પંપિંગ ખોરંભે પડેલ છે. આ તૂટી ગયેલ દીવાલ યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવી રહી છે. જે કામગીરી પૂર્ણ થતા અને પાણી પુરવઠો રાબેતા મુજબ થતા આશરે ત્રણ દિવસ જેવો સમય લાગી શકે તેમ છે.

- text

રવાપર, નળિયાદ, લાલપર, ત્રાજપર, ઇન્દિરાનગર, મહેન્દ્રનગર, પીપળી, ધરમપુર અને ટીંબડી ગામને ૩ દિવસ સુધી પાણી પુરવઠો મળશે નહીં. આ જુથ યોજનાથી દરરોજ ૧૨ એમએલડી પાણી મળતું હતું. રીપેરીંગના કારણે પાણી પૂરવઠો બંધ કરાતા અંદાજે ૧.૨૫ લાખ લોકોને અસર થશે.

- text