મોરબીના ભડીયાદ રોડ પર ગેસ લિકેજ : તંત્રમાં દોડધામ

- text


જેસીબી દ્વારા પાણીની પાઇપ લાઈનનું કામ ચાલતું હતું તે દરમિયાન ગેસની લાઈન તૂટી : જીએસપીસીના અધિકારીઓમાં દોડધામ

મોરબી : મોરબીના ભડીયાદ રોડ પર આજે સવારે ૮:૩૦ કલાકે ગેસ લિકેજની ઘટના સામે આવી છે. જીસીબી દ્વારા પાણીની લાઈન માટે ખોદકામ થતું હતું તે દરમિયાન ઇન્ડસ્ટ્રીયલ ગેસ લાઈન તૂટી જતા આ બનાવ બન્યો હતો.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના ભડીયાદ રોડ પર આજે સવારે ૮:૩૦ કલાકે ગેસ લિકેજ થતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. ગેસ લીકેજ થયા બાદ અડધી કલાકમાં જીએસપીસીના અધિકારીઓ અને કર્મચારીઓએ ઘટના સ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી હતી.

કર્મચારીઓએ તાકીદે ત્યાંના ૪ વાલ્વ બન્ધ કરી નાખ્યા હતા. પરંતુ ૧ કલાક જેટલો સમય ગેસ લીકેજ થયો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ ૩ થી ૪ કલાકમાં ગેસ લાઈનનું રીપેરીંગ પૂર્ણ થઈ જશે. આ રોડ પર જેસીબી દ્વારા પાણીની લાઈનનું કામ ચાલતું હતું તે દરમિયાન ગેસની લાઈન તૂટી ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

- text