સ્ત્રીનો વેશ ધારણ કરી ટ્રકો લૂંટતી ડફેરગેંગના વધુ બે સાગરિતોને ઝડપી લેતી માળીયા પોલીસ

- text


માળીયા : માળીયા અને હળવદ હાઇવે પર સ્ત્રી વેશ ધારણ કરી ટ્રક ચાલકોને લુંટી લેતી તેમજ તાજેતરમાં એક ડ્રાઈવરને મારમારી ખુન કરી લુટ કરનાર ડફેર ગેંગના બે સાગરીતો ઝડપાયા બાદ માળીયા પોલીસે વધુ બે ડફેર શખસોને ઝડપી લેવામાં સફળતા મેળવી છે.

જાણવા મળતી વિગતો મુજબ તા ૧૫ મે ના રોજ માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમા સ્ત્રીનો વેશ ધારણ કરી ટ્રક ચાલકોને લુટી લેવાના તથા ટ્રક ચાલકને માર મારી ખુન કરી લુટ કરવાના બે બનાવો બનવા પામેલ જે ગુનામા અગાઉ પકડાયેલ આરોપીમા ડફેર ગેંગના માણસો ના નામ ખુલવા પામેલ હતા, આ બનાવ અતી ગંભિર હોય જેના અન્ય આરોપીઓ તાત્કાલીક શોધી કાઢવા માટે સૂચના મળતા માળીયા પોલીસે અન્ય બે ડફેરો શખ્સોની ગાંગડ ગામ તથા રેથલ ગામ તા સાણંદ થી દબોચી લઈ ધરપકડ કરવામા આવેલ હતી.

- text

વધુમાં માળીયા પોલીસે આરોપી નં (૧) લાલાભાઈ કાવાભાઈ ડફેર ઉ.વ.૨૧ રહે. ગાંગડ તા. બાવળા જિ. અમદાવાદ તથા (૨) અકબરભાઈ સુમારભાઈ ડફેર રહે રેથલ તા. સાણંદ. ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ કાર્યવાહી પીએસઆઇ જે.ડી.ઝાલા, પો.હેડ.કોન્સ રમેશભાઈ મહાદેવભાઈ ગોહિલ, પો.કોન્સ ભરતભાઈ ઘેલાભાઈ જીલરીયા, પો.કોન્સ શક્તિસિહ કિશોરસિહ જાડેજા, પો.કોન્સ ખાલીદખાન રકિકખાન તથા પો.કોન્સ શૈલેષકુમાર બાબુભાઈ સાહિતનાઓએ ટીમ બનાવી ડફેર ગેંગના સાગરીતોને ઝડપી લેવાની કાર્યવાહી કરવામા આવી હતી.

 

- text