મોરબી : રોજગાર મેળા પાછળ લાખોનું આંધણ : નોકરી મળી માત્ર ૬૩૮૭ને

- text


જિલ્લામા બે વર્ષના ૪૫ ભરતી મેળા યોજાયા : જીલ્લામા શિક્ષિત બેરોજગાર માટે તાલીમ કેન્દ્રનૉ પણ અભાવ

મોરબી : મોરબી જીલ્લા રોજગાર કચેરી દ્રારા ૪૫ ભરતી મેળાનું આયોજન કરાયું હતુ જેમા અંદાજે રૂ.૯.૨૮ લાખ જેટલો ખર્ચ થયો છતા ૧૦૬૧૩ના લક્ષયાંક સામે માત્ર ૬૩૭૮ ઉમેદવારને જ નોકરી મળી શકી હતી.

હાલ બેરોજગારી સૌથી મોટી સમસ્યા બનીને ઊભી છે સરકાર શિક્ષિતને નોકરી આપવાનાં દાવા કરે છે પરંતુ આ દાવા પોકળ સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે. રાજય સરકાર દ્રારા જીલ્લા કક્ષાએ ભરતી મેળા યોજી શિક્ષિત બેરોજગારને નોકરી આપવાના દાવા કરાય છે.આ મેળાને ધારી સફળતા મળતી નથી.

મોરબી જીલ્લા રોજગાર વિભાગ દ્રારા ભરતી મેળા પાછળ રૂ. ૯. ૨૮ લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો જેની સામે જિલ્લાના માત્ર ૬૩૮૭ ઉમેદવારને રોજગારી આપી હતી.જો કે આ પૈકી હાલ કેટલા નોકરી કરી રહ્યાં છે તેનુ પણ મોનિટરિંગ ન હોવાથી આજની સ્થિતિમાં કેટલા બેરોજગાર છે તેનો સ્પષ્ટ આંકડો નથી. તંત્ર દ્રારા ૪૫ ભરતી મેળામાં ૧૦,૬૧૩ જેટલા ઉમેદવારને નોકરી આપવાંનાં લક્ષયાંક સામે ૬૩૮૭ ઉમેદવારને નોકરી મળી છે.મોરબી જિલ્લાની હાલની સ્થિતી મુજબ મોટાભાગનાં યુવાન સીરામીક ઉધોગ કે તેંની સાથે સંકળાયેલ અન્ય ઉધોગમાં નોકરી કરી રહ્યાં છે આવા એકમમા ઉમેદવાર ભરતી મેળા સિવાય પણ જોડાઇ શકે છે.તેથી અનેક ઉમેદવાર ભરતી મેળામાં જોડાતા નથી.

- text

શિક્ષણ પુર્ણ કર્યા બાદ સીધા નોકરી પર જતા પહેલા ઉમેદવારને તેની કામગીરી અંગે સામાન્ય તાલીમ.હોવી જરુરી છે પરંતુ જીલ્લામાં આવા તાલીમ કેન્દ્ર ન હોવાથી તેમણે યોગ્ય તાલીમ ન મળવાથી અન્ય કોઈ સ્થળે નોકરી માટે પસંદગી પામતા નથી તેથી જીલ્લામાં એક શિક્ષિત ઉમેદવારને તાલીમ આપતાં તાલીમ કેન્દ્ર હોવાં જોઈએ.

મોરબી જીલ્લામાં અત્યાર સુધી યોજાયેલ.મેળામાં નાના અનેં મધ્યમ ઉધોગ,સીરામીક ઉધોગ,ઈન્સ્યુરન્સ,લૉન કંપની જોડાઇ છે.પરતું મલ્ટી નેશનલ કંપની,ઓટો મોબાઇલ, કે અન્ય.મોટી કંપનીઓ હજુ રસ ન દાઁખવતી હોવાથી ઉમેદવારને પુરતો ન્યાય મળતો નથી કેટલાંક સંજોગોમાં નોકરીમા સિલેક્ટ થયાં બાદ ઉંમેદવારનું શોષણ પણ થતુ હોય છે.પરિણામે થોડા.દીવસમા નોકરી છોડી દે છે અનેં ફરી બેરોજગાર બની જાય છે.

શિક્ષણ સંસ્થામાંથી ડીગ્રી મેળવી બાહર નીકળેલ .ઉમેદવારને કામગીરીનૉ અનુભવ ન હોવાથી નોકરી મેળવવવા અનેં મેળવ્યા બાદ તેમાં ટકાવી રાખવી મુશ્કેલ બની જાય છે જેથી ઉમેદવારને તાલીમ આપવી જૃરૂરી છે.પરતું મોરબીમાં માત્ર આર્મીમા જોડાવવા માંગતા ઉમેદવાર માટે તાલિમ વર્ગ યોજાઈ છે.તેવી રીતે અન્ય ઉમેદવાર માટે પણ તાલીમ વર્ગશરૂ કરવા જરુરી છે.

- text