મોરબીના લીલાપર ગામ નજીકથી દેશી બનાવટની રિવોલ્વર સાથે બે ઝડપાયા

- text


એસઓજી ટીમે મધ્યપ્રદેશના બે શખ્સોને ગુન્હો આચરે તે પૂર્વે ઝડપી લીધા

મોરબી : મોરબી એસઓજી ટીમે લીલાપર ગામ નજીકથી મધ્યપ્રદેશના બે શખ્સોને બાતમીને આધારે દેશી બનાવટની રિવોલ્વર અને જીવતા કારતુસ સાથે ઝડપી લેવામાં સફળતા મેળવી હતી.

જાણવા મળ્યા મુજબ મોરબી એસઓજી. ઈન્ચાર્જ પોલીસ ઈન્સ. આર.જે.ચૌધરી તથા એસઓજી સ્ટાફ મોરબી જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમિયાન પો.હેડ કોન્સ્ટેબલ કિશોરભાઇ મકવાણાને મળેલ હકિકત આધારે મોરબી તાલુકાના લીલાપર ગામ નજીક રફાળેશ્વર તરફના નવા પુલ નીચે જાહેર રોડ પરથી આરોપી દુલસીંગ દીતાભાઇ નીનામાં જાતે…આદીવાસીં ભીલ ઉ.૩૦, રહે. ડોકરવની ગામ પોસ્ટ થાના કલ્યાણપુર, જાંબવા રાજય મધ્યપ્રદેશ તથા ભૂરું નાથુભાઇ ગરવાલ જાતે આદીવાસી ભીલ ઉંવ.૩૨ રહે, સંદલા ચાના કલ્યાણપુર જાબવા રાજય-મધ્યપ્રદેશ વાળો પોતાના કબજામાં ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે લાયસન્સ વગર દેશી બનાવટની રિવોલ્વર નંગ-૧ કી.૧૦,૦૦૦ તથા જીવતા કાર્ટીસ નંગ.-ર કી.૨૦૦ મળી કુલ કિ.રૂ.૧૦,૨૦૦ ના મુદામાલ સાથે મળી આવતા આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

આ કામગીરી એસઓજી ટીમના અનિલભાઈ ભટ્ટ, શંકરભાઇ ડોડીયા, કિશોરભાઇ મકવાણા, ફારૂકભાઇ પટેલ, પ્રવિણસિંહ ઝાલા, મયુરધ્વજસિંહ જાડેજા,ધર્મેન્દ્રભાઇ વાધડીયા તથા ભરતસિંહ ડાભીએ કરેલ હતી.

- text