માળીયા ફાટક નજીક આઇસરની ઠોકરે આધેડનું મોત

- text


મોરબી : મોરબીના માળીયા ફાટક નજીક અજાણ્યા આઇસર ચાલકે ખીરઈ ગામના આધેડ મોટર સાયકલ ચાલકને અડફેટે લેતા મોત નીપજ્યું હતું.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના માળીયા ફાટક નજીક બાઇક લઈને જઇ રહેલા હૈદરભાઈ ઇશાકભાઈ ઉ. ૫૦, રે.ખીરઈને અજાણ્યા આઇસર ચાલકે હડફેટે લેતા સારવાર માટે મોરબી ખસેડાયા હતા અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડતા મોત નીપજ્યું હતું.

- text