મોરબીમાં સાંસદ કુંડારિયાના ઘર નજીક શંકાસ્પદ હિલચાલ કરતા ઇસમોની અટકાયત

- text


લતાવાસીઓએ પોલીસને જાણ કરી : પૂછપરછ દરમિયાન ઈસમો મોબાઈલ કંપની ટાવરના કર્મચારીઓ હોવાનું ખુલતા હાશકારો

મોરબી: રાજકોટના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયાના મોરબી ખાતેના નિવાસસ્થાન પાસે શંકાસ્પદ ઈસમોની ગતિવિધિ જોવા મળતા લત્તાવાસીઓએ પોલીસને જાણ કરી હતી. જેને પગલે પોલીસે ત્રણ શખ્સોની શંકાને આધારે અટકાયત કરી હતી.

રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયાનું નિવાસસ્થાન મોરબીના રવાપર રોડ પરની દર્પણ સોસાયટી ખાતે આવેલું છે. તેમના નિવાસસ્થાન બહાર બે દિવસથી અલ્ટો કારના શંકાસ્પદ આંટાફેરા જોવા મળ્યા હોય જેને પગલે તેના પરિવારજનો અને લત્તાવાસીઓએ જાગૃતતા દાખવી હતી અને આજે ત્રણ શખ્સોને રોકી રાખીને પોલીસને જાણ કરતા એ ડીવીઝન પીએસઆઈ એમ.વી.પટેલ સહિતની ટીમ દોડી ગઈ હતી અને શંકાસ્પદ શખ્સોની પૂછપરછ કરી હતી.

- text

જેમાં શકમંદોએ પોતે મોબાઈલ ટાવર કંપનીના સર્વિસ કામ સાથે જોડાયેલા હોવાની ઓળખ આપી હતી અને ટાવર ચેક કરવા આવતા હોવાનું જણાવ્યું હતું જે શકમંદોને પોલીસ મથકે લઇ જઈને પોલીસે ધોરણસરની પુછપરછ ચલાવી હતી અને ત્રણેય કર્મચારીના ડોક્યુમેન્ટ ચકાસણી બાદ તેને છોડી મુખ્ય હતા.

આ સમયે સાંસદ મોહનભાઈ કુંડારિયા ઘરે હાજર ન હતા પરંતુ તેમના પરિવાર અને લત્તાવાસીઓની જાગૃતતાને પોલીસે પણ બિરદાવી હતી અને આવી કોઈ ગતિવિધિ જોવા મળે તો નાગરિકો તુરંત પોલીસનો સંપર્ક કરે તેવી અપીલ પણ પોલીસે કરી હતી.

- text