મોરબીમાં ડો.પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલ મેડિકલ કેમ્પનો ૪૦૦ દર્દીઓએ લીધો લાભ

- text


ડો.પ્રશાંત મેરજા ફાઉન્ડેશન અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આયોજિત કેમ્પમાં નિદાન ,સારવાર સાથે દર્દીઓને વિનામૂલ્યે દવા પણ અપાઈ

મોરબી : મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશ મેરજાના પુત્ર સ્વ.ડો. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં મોરબીમા આજરોજ ડો.પ્રશાંત મેરજા ફાઉન્ડેશન અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સયુંકત ઉપક્રમે સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. જેનો ૪૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં દર્દીઓને વિનામૂલ્યે દવાઓ પણ આપવામાં આવી હતી.

ડો. પ્રશાંત મેરજા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ૯ વર્ષ થી મોરબીના જુદા જુદા વિસ્તારોમાં જરૂરિયાતમંદ દર્દીઓને ઘર આંગણે વિનામૂલ્યે તબીબી સુવિધાઓ મળી રહે તે હેતુથી નિદાન અને સારવાર કેમ્પો યોજવામાં આવી રહ્યા છે. મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશ મેરજાના પુત્ર ડો. પ્રશાંત મેરજાનુ ૨૩ વર્ષની વયે કાર અકસ્માતમાં નિધન થતા તેનોની સ્મૃતિમાં સેવકાર્યો કરવામાં આવી રહ્યા છે.

- text

ડો. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં આજરોજ કંડલા બાયપાસ, વાવડી ચોકડી, અતુલ મોટર પાસે, ક્રિષ્ના હોલમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, મોરબીના જાણીતા તબીબો દ્વારા વિનામૂલ્યે નિદાન તેમજ સારવાર કરવામાં આવી હતી. આ સાથે દર્દીઓને નિઃશુલ્ક દવાઓ પણ આપવામા આવી હતી. આ તકે માતૃશ્રી વજીબેન અમરશીભાઈ મેરજાને શ્રદ્ધાસુમન અર્પણ કરી બીજી પુણ્યતિથિએ અંજલિ અપાઈ હતી.

- text