વાઇબ્રન્ટ સૌરાષ્ટ્રમાં અપૂર્વમુનિ સ્વામીનું પ્રેરક વકતવ્ય : ખેડૂતો ચેલેન્જ સ્વીકારશે તો જ ચેન્જ આવશે

- text


આવા આયોજનો પ્લે સ્ટોર છે, ખેડુતો નોલેજ ડાઉનલોડ કરે : અપૂર્વમુનિ સ્વામી

રાજકોટ : વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્ષ્પો સમીટના ત્રીજા દિવસે મોટી સંખ્યામાં ખેડુતો તેમજ ઉદ્યોગ સાહસિકો ઉમટી પડ્યા હતા અને વિવિધ સ્ટોલની મુલાકાત લઇને વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્ષ્પોની માહીતી મેળવી હતી. રવિવાર હોવાને કારણે સવારથી જ ખેડુતો આવી પહોંચ્યા હતા.
આજે કેન્દ્રિય કૃષિમંત્રી પુરુષોત્તમ રુપાલા તેમજ રાજ્ય સરકારના શિક્ષણમંત્રી અને પુર્વ કૃષિમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્ષ્પો સમીટની મુલાકાતે આવવાના છે અને ખેડુતો અને મુલાકાતીઓ સાથે વાર્તાલાપ કરશે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ વર્ષમાં કૃષિ બજેટમાં પણ ભાર મુકવામાં આવ્યો છે ત્યારે રાજકોટમાં વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્ષ્પો સમીટમાં આ વખતે કૃષિ ઉપર વધારે ફોકસ કરવામાં આવ્યું છે. ત્યારે આવનારા દિવસોમાં સૌરાષ્ટ્રના ખેડુતો વધુ સારી રીતે ખેતી કેમ કરી શકે તેમજ વધુ આવક કેવી રીતે મેળવી શકે તેના ઉપર ફોકસ રાખવામાં આવ્યું છે.
આજે રવિવારે પ્રથમ સત્રમાં અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદીરના અપુર્વમુની સ્વામી પણ વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્ષ્પો સમીટમાં પધાર્યા હતા અને તમામ સ્ટોલ ધારકોને આશિર્વાદ પાઠવ્યા હતા. તેમણે ત્યારબાદ ઉપસ્થિત શ્રોતાગણને મોટીવેશનલ સ્પિચ પણ આપી હતી જેમાં અપુર્વમુની સ્વામીએ ભારતના ઘડતરમાં અને ભારતનાં આર્થિક ગ્રોથમાં ખેડુતો અને ઉદ્યોગસાહસિકોનો મહત્વનો ફાળો રહ્યો હોવાનું જણાવ્યું હતું.
શ્રી અપુર્વમુની સ્વામીએ પોતાના વક્તવ્યમાં વધું જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં પણ ખેતી અને ઉદ્યોગની બહુ જ મોટી તક રહેલી છે અને અહિંના ખેડુતો અને ઉદ્યોગ સાહસિકો મહેનત કરવામાં કશું બાકી રાખતા નથી સાથોસાથે એવી ટીપ્પણી પણ કરી હતી કે ભારતના ખેડુતો નવું કરવાની કે શીખવાનીવૃતિનો અભાવ છે. ઇઝરાયેલ અને જાપાન કેટલો વિકાસ કરે છે તે ભારતના ખેડુતોએ જોવું જોઇયે, તેમાંથી પ્રેરણા લેવી જોઇયે. શ્રી અપુર્વમુની સ્વામીએ ખેડુતો અને ઉદ્યોગકારોને સફળતાની ચાવી આપી જેમાં ચાન્સ, ચોઇસ, ચેલેન્જ અને ચેન્જ વિષે વાત કરી હતી. વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્ષ્પો સમીટએ તમને મળેલો ચાન્સ છે. ખેડુતોએ અને ઉદ્યોગકારોએ પોત-પોતાની ચોઇસ નક્કી કરીને આગળ વધવાનું છે. સફળતા મેળવવાન માર્ગ પર હરહંમેશ ચેલેન્જ તો આવવાની જ છે જેનો સ્વિકાર કરીને યોગ્ય ઉપાય કરીને આગળ વધવાનું છે. આ ઉપરાંત છેલ્લે આવે છે ચેન્જ. જે ચાન્સ મળ્યો છે તેને ઉપાડી લઇને યોગ્ય દિશામાં આગળ લઇ જવાથી જ ચેન્જ આવશે જે સકારાત્મક જ હશે, પ્રગતી કરાવનાર હશે. ખુદની માનસિકતા બદલાશે તો જ બહાર બદલાવ આવશે. સ્વામીજીએ વધુમાં કહ્યું હતું કે, વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્ષ્પો સમીટએ ખેડુતો માટે એક ગુગલ પ્લે સ્ટોર જેવું છે જ્યાં ઘણી બધી એપ ઉપ્લબ્ધ છે. હવે ખેડુતોએ પોતાની જરુરીયાત પ્રમાણે એ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. ખેડુતોએ આ આયોજનનો જેટલો બને તેટલો વધુ ઉપયોગ કરી લેવો જોઇયે. ખેડુતોના વિકાસ માટે આ વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્ષ્પો સમીટ ખુબ જ ઉપયોગી છે તેમ જણાવ્યું હતું અને આયોજકોને આવા આયોજન બદલ અપુર્વમુની સ્વામીએ ખુબજ અભિનંદન આપ્યા હતા.

- text

- text