મોરબીમાં સફાઈ મુદ્દે શાસક પક્ષ પર વિપક્ષના ગંભીર આક્ષેપો

- text


સ્વચ્છતા અભિયાનનો ઉલાળીયો કરીને સત્તાધીશોએ શહેરને નર્કાગાર બનાવી દીધું હોવાનો આક્ષેપ

મોરબી : મોરબીમાં સફાઈ મુદ્દે શાસક પક્ષને ભીંસમાં લઈને વિપક્ષે આકરા પ્રહારો કર્યા હતા કે એક તરફ સરકાર સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યું છે બીજી તરફ પાલિકાના સત્તાધીશો મોરબીને નર્કાગાર બનાવીને સરકારના સ્વચ્છતા અભિયાનના લિરેલિરા ઉડાડી રહ્યા છે.

મોરબી નગરપાલિકાના વિપક્ષી સદસ્યો પ્રીતિબેન સરડવા અને કે.પી.ભાગીયાએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ માસથી મોરબી શહેરના મોટાભાગના વિસ્તારો સફાઈના અભાવે નર્કાગાર થઈ ગયા છે. મુખ્ય બજારોમાં ઠલવાતા કચરા સમયસર ન ઉપડતા ભૂગર્ભ ચોકઅપ થઈ જાય છે. અનેક વિસ્તારોમાં જાહેર રોડ પર કચરા પેટીઓ મુકવામાં આવી છે.પરંતુ આ કચરાપેટીઓમાંથી પાલિકાના વાહનો કચરો લેવા આવતા ન હોવાથી ગંદકી ફેલાઈ છે.

- text

વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે શું આ રીતે જ મોરબીવાસીઓના લલાટે કાયમી કચરાની સમસ્યા લખાયેલી રહેશે કે કોઈ ઉકેલ આવશે ? લોકોને ના છૂટકે કચરો સળગાવવો પડે છે જેથી આરોગ્ય સામે જોખમ ઉભું થાય છે. એક તરફ સરકાર સ્વચ્છતા અભિયાન ચલાવે છે. બીજી તરફ આ અભિયાનનો ઉલાળીયો કરવામાં આવી રહ્યો છે.

 

- text