પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુરશીદ મોરબીની DPWS સ્કૂલની મુલાકાત લીધી

- text


અન્ય ખાનગી સ્કૂલો આરટીઈથી દૂર ભાગે છે ત્યારે આરટીઇ યોજના મુજબ શિક્ષણ આપવા DPWS કટિબદ્ધ : સલમાન ખુરશીદ

મોરબી : આજરોજ મોરબીની દિલ્હી પબ્લિક વર્લ્ડ સ્કૂલ ખાતે સંસ્થાના સ્થાપક પ્રણેતા સલમાન ખુરશીદ મહેમાન બન્યા હતા અને આજના મોંઘવારીના યુગમાં મધ્યમવર્ગને પોસાય તેવી ફી માં વિશ્વનું શ્રષ્ઠ શિક્ષણ આપવા કટિબદ્ધતા બતાવી હતી.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ અગ્રણી સલમાન ખુરશીદ આજે મોરબીના મહેમાન બન્યા હતા અને તેમની પોતીકી સંસ્થા દિલ્હી પબ્લિક વર્લ્ડ સ્કૂલ મોરબીની આગવી શૈક્ષણિક પ્રણાલીની વિશેષતા જણાવી આજના યુગમાં શિક્ષણના થઈ રહેલા વેપાર અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આજે ડોકટર થવા ૪૦ કે ૫૦ લાખનો ખર્ચ કરવો પડે છે, અગાઉ એન્જીનિયરિંગમાં પણ આવી સ્થિતિ હતી તેવું જણાવી શિક્ષણનો વેપાર કરતા તત્વોને આડેહાથ લાઇ મધ્યમ વર્ગ માટે તેમની દિલ્હી પબ્લિક વર્લ્ડ સ્કૂલ હંમેશા માનવતાવાદી અભિગમ અપનાવતી હોવાનું ઉમેર્યું હતું.

- text

કૉંગ્રેસનાં અગ્રણી અને પુર્વ કેન્દ્રીય વિદેશ મંત્રી સલમાન ખુરશીદે આ તકે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે દેશની ચર્ચિત બે ઘટના જમ્મુના કઠુઆમા 8 વર્ષની બાળકી તેમજ યુપીના ઉનાઓમાં એક સગીરાના દુષ્કર્મ અને તેનાં પિતાની હત્યાની ઘટનાને દુર્ભાગ્યપુર્ણ ગણાવી આ મુદે રાજકીય પક્ષોએ આક્ષેપબાજી ન કરવી જોઈએ અને બન્ને બાળકીને ન્યાય મળે તેં જરુરી છે હોવાનું જણાવ્યું હતું. જયારે ફી નિયમન મુદે જવાબ આપતાં તેમણે ફી સંતુલિત હોવી જોઈએ.જેથી શાળાનું વહીવટ સરળતાથી ચાલી શકે અને મધ્યમ વર્ગના પરિવારને પોષાય તેવી હોવી જોઈએ તેમ જણાવ્યું હતુ

આ તકે લુઈસ મેડમે પણ બાળકોમાં અભિનવ શિક્ષણ પધ્ધતિની સાથે રમત ગમત અને અન્ય પ્રવૃત્તિઓને જરૂરી ગણાવી તેમના પર ભાર દેવો જરૂરી હોવાનું અંતમાં જણાવ્યું હતું.

- text