હળવદમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ ધામધૂમપૂર્વક ઉજવાઈ

- text


આંબેડકર યુવા ગ્રુપ દ્વારા શહેરના મુખ્ય માર્ગ પર વિશાળ શોભાયાત્રા નિકળી : મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો ઉપસ્થિત

હળવદ : હળવદમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મ જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. બસ સ્ટેશન વિસ્તારથી ટીકર સર્કલ સુધી વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો, યુવાનો તેમજ મહિલાઓ સહિત બાળકોએ ઉત્સાહપૂર્વક રેલીમાં જોડાયા હતા.

હળવદ સમસ્ત દલિત સમાજ દ્વારા આજરોજ ડૉ.બાબાસાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે દલિત સમાજના વિસ્તારમાંથી રેલીનું પ્રસ્થાન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો, યુવાનો સહિત મહિલાઓ અને બાળકો હોંશભેર જોડાયા હતા. ત્યારબાદ આ રેલી ટીકર સર્કલ પહોંચી હતી અને આ વેળાએ બાબાસાહેબ ડૉ.આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

- text

૧૪ એપ્રિલની પૂર્વ સંધ્યાએ આંબેડકર નગરમાં ભીમ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યસન મુક્તિ માટે બાળ નાટકો તેમજ નાની બાળાઓ દ્વારા રાસોત્સવનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. મહાન વિભુતિ અને ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મ જયંતિ નિમિત્તે આંબેડકર યુવા ગ્રુપ તેમજ દલિત સમાજ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર વિશાળ શોભાયાત્રા નિકળી હતી. અને ટીકર રોડ પર આવેલ ડૉ. બાબાસાહેબની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પી કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી. આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સંદર્ભે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

 

- text