હળવદમાં ફિજીયોથેરાપી કેમ્પનો ૩૦૬ દર્દીઓએ લાભ લીધો

- text


શરણેશ્વર મંદિરના પટાંગણમાં યોજાયો કેમ્પ : ૨૦ જેટલા જરૂરી સાધનોનું તમામ દર્દીઓને નિ:શુલ્ક વિતરણ

હળવદ : રોટરી કલબ ઓફ હળવદ દ્વારા રવિવારે શરણેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં ભવ્યાતિભવ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અસ્થિવિષયક ફિજીયોથેરેપી નિદાન, સારવાર, સાધન સહાય તેમજ વોકર, બગલઘોડી, સ્ટીક, કસરતના સાધનો, કુત્રિમ પગ, કેલીપર્સ વિનામૂલ્યે કેમ્પમાં આપવામાં આવ્યા હતા. તેમજ બાળલકવો, પોલિયો, ગરદન, પગ, કમર, ખભા, સાયટીકા, સાંધા વગેરે દુખાવા, આર્થરાઈટીસ, ફેસિયલપાલ્સી, હાડકાના ઓપરેશન પછીની સારવાર, નિદાન અને જરૂરી ૩૦૬ સાધનો નિઃશુલ્ક વિતરણ કરાયા હતા. આ કેમ્પ દરમિયાન નિદાન પછી અપંગ માનવ મંડળ, અમદાવાદ દ્વારા વિનામૂલ્યે સારવાર કરાવી આપવામાં આવી હતી.
શહેરના શરણેશ્વર મંદિર ખાતે અપંગ માનવ મંડળ અમદાવાદ તથા ભારત સેવક સમાજ અમદાવાદ અને સુરેન્દ્રનગરના સૌજન્યથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૩૦૬ દર્દીઓને જરૂરી સાધનો તેમજ દવાઓ વગેરે નિઃશુલ્ક આપવામાં આવી હતી. તેમજ વોકર, બગલઘોડી, સ્ટીક, કુત્રિમ પગ, કુત્રિમ હાથ, કેલિપર્સ, પાટલા, વગેરે વિવિધ ૨૦ પ્રકારના જરૂરી સાધનોનું તમામ દર્દીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ખાસ અપંગ માનવ મંડળના પ્રમુખ ધીરેનભાઈ ઝવેરી, ડો. મનીષભાઈ ત્રિવેદી, ટ્રસ્ટીઓ અને સ્ટાફ તેમજ ભારત સેવક સમાજમાંથી કિરણબેન અને દશરથભાઈ તથા શિરીશભાઈ ઓઝા હાજર રહ્યા હતા .આ કાર્યક્રમને રોટરી ક્લબ ઓફ હળવદના પ્રમુખ ચિનુભાઇ પટેલ, રાજેન્દ્રસિંહ રાણા, નરભેરામ અઘારા, ગજેન્દ્રભાઇ મોરડીયા, મનિષભાઇ દક્ષીણી સહિતના હોદેદારો તેમજ સભ્યોએ સફળ બનાવ્યો હતો.

- text

 

- text