મોરબી : પ્લોટ પચાવી પાડવા ધાકધમકી આપનાર ૯ શખ્સોનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું

- text


બીસીસીઆઈના ફિઝિઓથેરાપીસ્ટની ફરિયાદ થી પોલીસની ત્વરિત કાર્યવાહી

મોરબી : બીસીસીઆઈના ફિઝિઓથેરાપીસ્ટના પ્લોટ પર કબજો કરવા ધાકધમકી આપનાર ૯ શખ્સોની ધરપકડ પકડ કર્યા બાદ પોલીસે આ આરોપીઓને કાયદાનું ભાન કરાવવા માટે જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.

મોરબીના યોગીપાર્કમાં આવેલા બીસીસીઆઈના ફિઝિઓથેરાપીસ્ટ યોગેશભાઈ પરમારના પ્લોટને પચાવી પાડવા માટે ૯ શખ્સોએ સાથે મળી તેમના પરિવારને ધાક ધમકી આપી હતી. જેની ફરિયાદ નોંધાવતા એલસીબી પોલીસે જુસબ ઉર્ફે જુસો ગુલમામદ મોવર, તાજમામદ ઉર્ફે તાજુ આદમભાઈ મીયાણા, શેરમહમદ ઉર્ફે શેરો ઇસ્માઇલભાઈ મિયાણા સહીત નવ આરોપીઓને ગણતરીની કલાકોમાં દબોચી લીધા હતા.

- text

આજ રોજ પોલિસ દ્વારા નવેય આરોપીનું મોરબી જાહેરમાં સરઘસ કાઢીને તેઓને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. આ સરઘસને જોવા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અને પોલીસની કામગીરીની સરહાના કરી મોરબીના માથાભારે ગુનેગારોને આ રિતે કાયદાનું ભાન કરાવતા રેહવાની લાગણી વ્યક્ત કરી હતી.

 

- text