ટંકારામાં ઈએમટી દિવસ નિમિતે ૧૦૮ની ટીમો માટે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

- text


રાજકોટની ૧૦૮ ટીમે બાજી મારી : ઈએમટી મિત્રોનું સન્માન કરાયું

ટંકારા : ટંકારાની ૧૦૮ ઇમરજન્સી ટીમ દ્રારા ઈએમટી દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. ઈએમટી દિવસ નિમિત્તે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.ઉપરાંત ઈએમટીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

ટંકારાની ૧૦૮ ઇમરજન્સી ટીમે ઈએમટી દિવસ નિમિતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. જેમાં ૪ જીલ્લા ની૧૦૮ની ટીમે ભાગ લીધો હતો.રાજકોટ,મોરબી, જામનગર, સુરેન્દ્રનગર જીલ્લાના પાઈલોટ અને ડોક્ટરોની ટિમ વચ્ચે કિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી .જેમા રાજકોટની ટીમનો વિજય થયો હતો. આ પ્રસંગે પીએમ બિપિનભાઈ , ઈએમઈ રમેશ સોયા અને મનવીર ડાંગર હાજર રહ્યા હતા

- text

ટંકારા સિવિલ હોસ્પિટલના સુપ્રીટેનડેન્ટ ડો.વાસુદેવ ચીખલીયા ના હસ્તે કેક કાપીને ઈએમટી દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ ઉપરાંત ઈએમટી મિત્રોને સન્માનિત કરવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમ નુ આયોજન ટંકારાની ૧૦૮ ટીમે કર્યું હતું.

- text