હળવદ પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઇનું વિદાય સમારંભ યોજાયો

- text


છેલ્લા એક વર્ષથી ચન્દ્રકાન્ત શુકલ પીએસઆઇ તેમજ પીઆઇની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી

હળવદ પોલીસમાં ફરજ બજાવતાં પીએસઆઇની મોરબી એસપી કચેરીમાં બદલી થતાં પોલીસ સ્ટેશન ખાતે કર્મચારીઓ દ્વારા વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં પીએસઆઇ ચન્દ્રકાન્ત શુકલને પોલીસ કર્મી સહિત પીઆઇ દ્વારા તેમની કામગીરીની સરાહના સાથે ભાવભેર વિદાયમાન આપવામાં આવ્યું હતુ.

હળવદ પોલીસમાં છેલ્લા ૧ વર્ષથી ફરજ બજાવતા જાબાંઝ અને ઈમાનદારીની કડક છાપ ધરાવતા પીએસઆઇ ચન્દ્રકાન્ત શુકલની મોરબી એસપી કચેરી ખાતે બદલી થતાં હળવદ પોલીસના પીએસઆઇ આર.જે.ભરવાડ અને પીઆઇ એમ.આર. સોલંકીએ પુષ્પગુચ્છ સાથે વિદાય આપી હતી. આ પ્રસંગે હળવદ પોલીસ સ્ટાફ દ્વારા વિદાય સમારંભના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

આ તકે હળવદ પોલીસ સ્ટાફના સૌ કર્મચારીઓએ
પીએસઆઇ સી.એચ. શુકલને ભીની આંખે વિદાય આપી હતી અને મોરબી એસપી કચેરી ખાતે ફરજ બજાવવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે પીઆઇ એમ.આર. સોલંકી, પીએસઆઇ આર.જે. ભરવાડ, હે.કો. વસંતભાઇ વઘેરા, સંજયભાઈ, રમણીકભાઇ, મનુભાઇ ડાંગર, મહેશભાઇ બાલાસરા, વિજયભાઈ, સલીમભાઈ મકરાણી, રામદાન ગઢવી તેમજ મહિલા પોલીસના પાર્વતીબેન, પારૂબેન, મનિષાબેન સહિતના પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતાં.

 

- text