- text
ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગીરીશભાઈ સરૈયાને સ્મૃતિ ચિન્હ અર્પણ કરી અભિવાદન કરાયું
વાંકાનેર : વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાને ઉત્કૃષ્ટ કામગીરી બદલ સમસ્ત વાંકાનેર મહિલા પરિષદ દ્વારા સ્મૃતિ ચિન્હ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે.
ગીરીશભાઈ સરૈયાની કર્તવ્ય નિષ્ઠા અને સમાજ પ્રત્યેની સંવેદનશીલતાથી અનેક લોકો પરિચિત છે.ત્યારે સમસ્ત વાંકાનેર મહિલા સમાજના ઉત્થાન માટે તેઓએ મહત્વનું યોગદાન આપતા તેઓનું અભિવાદન કરવામાં આવ્યું છે.
- text
સમસ્ત વાંકાનેર મહિલા પરિષદે નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સારૈયાને સન્માન પત્ર પાઠવ્યું છે. જેમાં જણાવાયું છે કે તેઓની સેવાકીય પ્રવૃત્તિઓ, યશસ્વી કામગીરી તેમજ લોકાભિમુખ અભિગમને બિરદાવતા સ્મૃતિ ભેટ અર્પણ કરીને વાંકાનેર સમસ્ત મહિલા સમાજ હર્ષની લાગણી અનુભવે છે.
- text