મોરબી ધુટુ રોડ પરથી અજાણ્યા પુરુષની લાશ મળી

- text


મોરબી : મોરબીના ઘૂટું રોડ પરથી અજાણ્યા પુરુષની લાશ મળી આવતા તાલુકા પોલીસે યુવાનના મૃતદેહને પીએમ માટે ખસેડીને મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઘૂટું રોડ પરના એન્જલ કારખાના નજીકથી અજાણ્યા પુરુષની લાશ પડી હોવાની રીક્ષા ચાલકે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી આ પુરુષના ડાબા હાથમાં રામ સનેરી અંગ્રેજીમાં લખેલું છે જોકે અજાણ્યા યુવાનનું મોત કેવી રીતે નીપજ્યું તે જાણી શકાયું નથી.

- text

આ મામલે પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પીટલે ખસેડી વધુ તપાસ ચલાવી છે, મૃતક યુવાન વિષે કોઈ પાસે જાણકારી હોય તો તાલુકા પોલીસ સ્ટેશનના નંબર ૦૨૮૨૨ ૨૪૨૫૯૨ પર સંપર્ક કરવા જણાવાયુ છે.

 

- text