વાંકાનેરમાં શ્રીમંતોના નામે અનાજ કેરોસીન હડપ કરી જતા સસ્તા અનાજના દુકાનદારો

- text


જાગૃત નાગરિક દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને અઢાર પુરાવા સાથે ફરિયાદ કરતા તપાસનો ધમધમાટ

વાંકાનેર : મોરબી જિલ્લામાં સસ્તા અનાજના દુકાનદારો દ્વારા ગરીબોના હિસ્સાનું અનાજ કેરોસીન બારોબાર કાળા બજારમાં વેચી મારવામાં આવતું હોવાની જગ જાહેર હકીકત વચ્ચે વાંકાનેરમાં સસ્તા  અનાજના વિક્રેતાઓ દ્વારા
માલેતુજાર ગર્ભ શ્રીમંતોના નામે એનએફએસએ યોજના હેઠળ મળતું અનાજ અને ચોખા બરોબર હડપ કરવામાં આવતાં હોવાની ચોંકાવનારી હકીકત સામે આવતા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લામાં પુરવઠા વિભાગની લાપરવાહી નીતિને કારણે કાળા બજારિયા સસ્તા અનાજના વેપારીઓને ઘી કેળા વચ્ચે કાળાબજારનો ધંધો ધમધોકાર ચાલી રહ્યો છે, જિલ્લામાં સાચા ગરીબોને ઘઉં,ચોખા કે કેરોસીનનો જથ્થો મળતો નથી પરંતુ કાળાબજારમાં લેવા જઈ એ તો જોઈએ એટલો જથ્થો ખુલ્લેઆમ
વેચવામાં આવે છે. આ બધી હકીકત વચ્ચે વાંકાનેરમાં તો સસ્તા અનાજના વેપારીઓ દ્વારા કૌભાંડ આચરી ગર્ભ શ્રીમંતો કે જે ને કદી સસ્તા અનાજની દુકાનનું પગથિયું પણ ચડ્યું નથી તેવા લોકોના નામે દર મહિને ઘઉં,ચોખા નો જથ્થો હડપ કરી જઇ શ્રમિકોને ઉંચા ભાવે અનાજ ચોખા ને કેરોસીન ઉંચા ભાવે વેચવામાં આવી રહ્યા છે.

- text

વધુમાં કૌભાંડિયા સસ્તા અનાજના વેપારીઓ દ્વારા સરકારની નેશનલ ફૂડ સિક્યુરિટી યોજના હેઠળ બીપીએક કે અંત્યોદય યોજનનના રેશન કાર્ડ ન ધરાવતા હોય તેવા કુટુંબોને ઘઉં ચોખા આપવામાં આવે છે પરંતુ આ યોજનામાં સાચા લાભાર્થીને લાભ આપવાને બદલે કૌભાંડિયા તત્વો દ્વારા અનેક માલદાર કુટુંબોનાં નામ આ યોજનામાં ઘુસાડી દઈ બારો બાર અંગુઠાની છાપ લઈ આ જથ્થો ખુલ્લા બજાર માં વેચી મારવામાં આવે છે.

દરમિયાન આ મામલે વાંકાનેરના જાગૃત નાગરિકે ભાંડો ફોડી સસ્તા અનાજના વેપારીને ખુલ્લા પાડવા ગર્ભ શ્રીમંત પરિવાર કે જે ક્યારેય પણ આવો લાભ મેળવવા અરજી પણ કરી નથી તેવા કુટુંબોના નામે લેવામાં આવતો જથ્થો કોણ લઈ જાય છે તેની છાનભિન કરી આધાર પુરાવા સાથે જિલ્લા પુરવઠા અધિકારી મોરબીને ફરિયાદ કરતા પુરવઠા તંત્ર પણ ચોકી ઉઠ્યું છે અને તપાસના આદેશ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

- text