મોરબીમાં પરપ્રાંતીય પરિણીતા સાથે જબરદસ્તી કરી હુમલો

- text


મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પાવડીયારી રોડ પર આવેલ સીરામીક ફેકટરીમાં પરપ્રાંતીય પરિણીતા ઉપર એક શખ્સે જબરદસ્તી કરી હુમલો કરતા ઘાયલ પરિણીતાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.

જાણવા મળ્યા મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પાવડીયારી રોડ પર આવેલ સ્કોટ ટાઇલ્સ ફેકટેઈમાં કામ કરતી વેળાએ નિલું બલમુકુંદ ઉ.૧૯ નામની પરિણીતા સાથે પાડોશી રાજેશ નામના શખ્સે જબરદસ્તી કરી હુમલો કર્યો હતો.

- text

આ હુમલાને કારણે પરણિતાના કાનના ભાગે ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે ઘટના અંગે પ્ર.નગર પોલીસે જાણવા જોગ એન્ટ્રી લઈ મોરબી પોલીસને જાણ કરી છે.

- text