વાંકાનેર બાઉન્ડ્રી નજીક રાજકોટનો યુવાન લઘુ શંકા કરવા ગયોને હોન્ડા ચોરાયું

- text


વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઓવરબ્રીજના વણાંકમાં લઘુશંકાએ ગયેલા રાજકોટના યુવકનું હોન્ડા તસ્કરો હાંકી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળ્યા મુજબ વાંકાનેર બાઉન્ડ્રી નજીક સર્વીસ રોડ સામે બંધ કેબીન પાસે રાજકોટ કેવડાવાડીમાં રહેતા નીલેષભાઇ ગોવીંદભાઇ જાદવ ઉ.૨૯ વાળા પોતાનું મો.સા નં જી.જે. ૩ ડી.એચ. ૫૮૦૯ વાળુ જેના ચેસીસ નં MBLHA10ABAEJ00257 તથા એન્જીન નં HA10EGAJ00309 નું સને ૨૦૧૦ ના વર્ષ ના મોડલ નું કાળા કલર નું ટાંકી પર બ્લુપટૃા વાળુ હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્રો કંપની નું કી રૂ ૧૫૦૦૦ નું બંધ કેબીન સામે હેન્ડલ લોક કર્યા વગર રાખી બાવળ ની જાડી માં એકી પાણી કરવા જઇ પાછા આવેલ તે દરમ્યાન કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ જતા વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. આ બાબતે એમ.એમ.ગોસાઇ પો.સબ.ઇન્સ વાંકાનેર તાલુકા પોલીસ મથક દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

- text

- text