ટંકારા આર્યવિર દળ દ્વારા ઓપન દેશ ભક્તિગીત સ્પર્ધા યોજાઈ

- text


સ્પર્ધા મા ખાસ કલાકારો પણ રહ્યા ઉપસ્થિત

ટંકારા : આર્યવિર દળ ટંકારા દ્વારા “ઓપન ટંકારા તાલુકા દેશભક્તિ ગીત સ્પર્ઘા”નું આયોજન કરાયું હતું કેમ ૨૯ થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ દેશભક્તિ ગીતો રજૂ કરી સૌને મંત્ર મુગ્ધ કર્યા હતા.

ટંકારાના શ્રી લક્ષ્મી નારાયણ સોસાયટીના સાર્વજનિક પ્લોટના પટ્ટાનગણમા દરવર્ષની જેમ અનોખા માહોલમાં દેશભક્તિ ગીત સ્પર્ઘા યોજવામાં આવી હતી જેમાં ૨૯ બાળકોએ ગીત રજુ કર્યા હતા જેમા બે ગ્રુપ બનાવ્યા હતા એ અને બી સ્પર્ધકોએ સુરીલા શુર થી ભારત માતાના સંતાનો અમર શહિદોને યાદ કરી તેના જોમ અને જુસ્સા સાથે સારા નાગરીક બને અને દેશના પનોતા પુત્ર વૈચારિક ક્રાંતિના જનક મહાન સમાજ સુધારકની જન્મ ભૂમિ પર બીજા દયાનંદ સરસ્વતી બને માટે દેશ ભક્તિના સુર રેલાવ્યા હતા.

- text

આ તકે મહર્ષિ દયાનંદ સરસ્વતી ટ્રસ્ટના આચાર્ય રામદેવજી, આર્યસમાજ ત્રણ હાટડીના પ્રમુખ હસમુખજી પરમાર રાજકોટ WIRC OF ICAI ના વાઈસ ચેરમેન અંકિત ચોટલીયા ગુજરાત ચલચિત્ર ના પ્લેબેક સિંગર હેમંત જોષી, મનોજ નથવાણી, ભટ્ટ ભાઈ, ટંકારાના રાજકીય અગ્રણી અરવિંદ બારૈયા વિધાથી સંગઠનના પ્રમુખ બેચર ધોડાસરા સહિત મોટી સંખ્યામાં દેશ ભક્તો હાજર રહ્યા હતા.

આ સ્પર્ધામાં એ ટીમમાથી ફેફર ધ્રુવિ પહેલા નંબરે કડિવાર ધ્રુવિ બીજા ક્રમે અને હાપલીયા ઉર્વિશા ત્રીજા ક્રમે આવી હતી તો ગ્રુપ બી મા પ્રથમ નંબર ભાર્ગવ દવે, બીજા ક્રમે વિવેક આર્ય અને ત્રીજા ક્રમે કપિલદેવ આર્ય રહ્યા હતા, દરેક વિજેતા સિંગરને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.

- text