મોરબીના રવાપર રોડ પર વૃદ્ધાના ગળામાંથી ચેનની ચીલ ઝડપ

- text


રવાપર રોડ પર મારુતિ સોસાયટીમાં સોનાનો ચેન ઝડપી બાઈક સવાર બે યુવાન ફરાર

મોરબી : મોરબીમાં તસ્કર રાજ જેવી પરિસ્થિતિ વચ્ચે ચોરીની બબ્બે ઘટનાઓ હજુ તાજી જ છે ત્યાં રવાપર રોડ પર આવેલ મારુતિ સોસાયટીમાં વૃદ્ધાનું ગળું અળવું થતા સનસનાટી મચી ગઇ છે.

જાણવા મળતી વિગત મોરબીના રવાપર રોડ પર આવેલ મારૂતિ સોસાયટીમાં ભર બપોરે વૃધ્ધ મહિલાના ગળામાંથી બે અજાણ્યા બાઈક ચાલકોએ સોનાનો સાળા ત્રણ તોલાનો ચેન ઝડપી નાશી જતા ચકચાર જાગી છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ ભોગ બનનાર મહીલા નિમબેન ગોધાણી આલાપ પાર્ક રહે છે અને શાક બકાલુ લઈ પરત ફરતા હતા ત્યારે ધટના બનતા ચકચાર જાગી છે.

ઉલ્લેખનીય છે કે લોકોએ ચોરને જોવે કે નો જોવે ત્યાંજ ચોર ફરાર સોસાયટીના લોકો ધોળા દિવસ બનતી આવી ધટનાથી ત્રાહિમામ પોલીસ જાણ કરતા તુરંત ધટના સ્થળ પર દોડી તપાસ હાથ ધરી હતી.

આ ઘટનામાં બાઈક ચાલક મહિલાની રવાપર રોડ પર આવેલ લીલા લેહર પાસેથી જ પીછો કરતો હતો અને મારૂતી સોસાયટીમાં મહિલા પોહચતા જ ચોરે મોકાનો ફાયદો ઉઠાવીને મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ કરી ફરાર થઇ ગયા હતા.

લોકોમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે ચિલ ઝડપ કરવા આવેલ ચોર પાસે ધાતક હથીયાર પણ જોવા મળ્યા હતા.

સમડી સીસી ટીવીમાં કેદ

મોરબીના રવાપર રોડ પર આવેલ મારુતિ સોસાયટીમાં વૃધ્ધાના ગળામાંથી સોનાના ચેનની ચિલ ઝડપ થવાની ઘટનામાં આરોપી તસ્કરો સીસી ટીવી કેમેરામાં કેદ થયા હોવાનું બહાર આવ્યું છે.પોલીસે સીસી ટીવીના આધારે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text

 

- text