નાનીવાવડી ગામના પુર્વ સરપંચના પૌત્રએ પાંચ વર્ષની ઉંમરે રમત ગમતમાં પ્રથમ સ્થાન મેળવ્યુ

- text


મોરબી : મોરબીના નાની વાવડી ગામના સરપંચના પૌત્રએ નાની ઉંમરમાં મોટી સીધી મેળવી રમત ગમતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.

મોરબીના નાનીવાવડી ગામના પુર્વ સરપંચ નાથાલાલ દેવશીભાઈના પુત્ર સત્યમભાઈના પુત્ર કશયપે UKG -B માં અભ્યાસ કરે છે અને પાંચ વર્ષની ઉંમરે પોતાની સ્કુલ સંકલ્પ શૌક્ષણીક સંકુલમાં યોજાયેલ રમત ગમતમાં ભાગ લઈને છેલ્લા બે વર્ષથી સંગીત ખુરશી અને ચાંદલા ચોકની રમતમાં પ્રથમ નંબરનું સ્થાન મેળવ્યુ હતુ અને સ્કુલ અને પડસુંબિયા પરીવારનુ નામ રોશન કર્યુ હતુ

- text

નાનપણથી કશયપ રમત ગમતમાં આગળ પડતો છે અને પાંચ વર્ષની ઉંમરમાં રમત ગમતમાં પ્રથમ નંબર આવતા પરીવારમાં ખુશીનો માહોલ છવાયો છે. હજુ ભણતરમાં અને રમત ગમતમાં આગળ વધે તે માટે પરીવાર અને માતા પિતા તથા દાદા – દાદી એ આશીર્વાદ આપ્યા હતા

- text