માનવતા ! મોરબીમાં સિક્યુરિટીમેનને ખોવયેલ પાકિટ પરત કરતો યુવાન

- text


રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલ રવિરાજ મકવાણાની સજ્જનતાથી શ્રમિક પરિવારમાં ખુશી

મોરબી : મોરબીમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલ રવિરાજ મકવાણાને ૯૦૦૦ રૂપિયા ભરેલું પાકિટ સિક્યુરિટીમેનને શોધી કાઢી પરત આપતા આ મધ્યમવર્ગીય પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો.

મોરબી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલ રવિરાજ દિલીપભાઇ મકવાણા પોતાના વ્યવસાય માટે જતા હતા ત્યારે વી.સી.ફાટક પાસે એક વ્યકિત નું પાકીટ મળ્યું,જેમા આશરે ૯૦૦૦ રૂપીયા અને મહત્વના ડોકયુમેન્ટ હોય રાવીરાજભાઈએ સીરામીક યુનિટમાં સીકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ભવાનભાઇ છગનભાઇ રાઠોડ, રહે. ઇન્દીરા નગરનો સંર્પક કરી પોતાના જૈનિસ સ્ટુડિયો પર બોલાવી માનવતા અને ભારતીય નાગરિક એક બીજાની ફરજ બજાવતો સંદેશ આપી પાકિટ પરત કર્યું હતું.

- text

ઉલ્લેખનીય છે કે ત્રણેક માસ પહેલા રવીરાજ દીલીપભાઇ મકવાણાએ મયુરપુલ પાસે પોલીસની વધૅી ભરેલી થેલી મળેલ હતી તે સમયે પણ પોલીસ વધીૅનો દુર ઉપયોગ ન થાય તેના માટે એસ.પી. કચેરીએ જાણ કરી માનવતાનો સંદેશ આપ્યો હતો.

- text