મોરબીમાં ટ્રાફિક સમસ્યા નિવારવા શહેર ફરતો રીગરોડ બનાવવા માંગણી

- text


જિલ્લાની તમામ નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટર અને રસ્તા પ્રશ્નો નિકાલ કરો : કે.ડી.બાવરવા

મોરબી : મોરબી શહેરમાં વિકરાળ બની રહેલી ટ્રાફિક સમસ્યા ઉકેલવા તાકીદે શહેર ફરતો રિંગ રોડ બનાવવાની સાથે મોરબી જિલ્લાની તમામ નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટર અને રસ્તાનો પ્રશ્ન ઉકેલવા સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કે.ડી.બાવરવાએ શહેરી વિકાસ સચિવને રજુઆત કરી છે.

રજુઆતમાં જણાવ્યા મુજબ મોરબી જીલ્લા માં ચાર નગર પાલિકાઓ આવેલ છે. (૧) મોરબી નગરપાલિકા (૨) વાંકાનેર નગરપાલિકા (૩) હળવદ નગર પાલિકા (૪) માળિયા મિયાણા નગરપાલિકા આ માટે નગર પાલિકા માં હાલમાં રોડ રસ્તા ઓ તેમજ ભૂગર્ભ ગટર ની વ્યવસ્થા ખાડે ગયેલ છે જેથી દરેક નગર પાલિકા માં અંદર ના રસ્તા ઓ ખુબજ ખરાબ સ્થિતી માં છે. તો તેને તાત્કાલિક રીપેર કરાવવા અમારી માંગણી છે.

દરેક નગરપાલિકા માં ભૂગર્ભ ગટરની પરિસ્થીતી એટલી હદે ખરાબ છે કે દરરોજ આ ગટરના પાણી રસ્તા ઉપર થી વહે છે. અને લોકો પરેશાન છે.છાછવારે નગરપાલિકામાં રજુઆતો થાય છે. પરંતુ અમલવારીના નામે મીંડું જ હોય છે.

- text

આ ઉપરાંત મોરબી જીલ્લા ની સૌથી નાની નગરપાલિકા એવી માળિયા (મી.) જાણે કે અણમાનીતી હોય તેવી રીતે તેની પાછળ કોઈ પણ જાતનું ધ્યાન જ આપવામાં આવતું નથી. ઘણી બધી સુવિધા ઓથી આ માળિયા મિયાણા વંચિત છે. જેવી કે બસ સ્ટેશન નથી, સિવિલ હોસ્પિટલ માં સ્ટાફ તેમજ સુવિધા નથી, રસ્તાઓ નથી ભૂગર્ભ ગટર નથી, પાણીની વ્યવસ્થા પણ અનિયમિત છે.

આ ઉપરાંત મોરબી શહેરમાં સૌથી અગત્યનો પ્રશ્ન છે. ટ્રાફિકની સમસ્યા હાલના રોડ સો વર્ષ પહેલાની પહોળાઈના છે. વારવાર ટ્રાફિકજામથી લોકો પરેશાન થાય છે. તો આ માટે આ શહેરોને ફરતે રીંગરોડ અને ગીચ વિસ્તાર માં ઓવરબ્રીજ બનાવવામાં આવે તો જ આ સમસ્યાનું નિરાકરણ આવે તેમ છે.

જેથી લોકો નો આક્રોસ બહાર આવે અને લોકો રોડ પર આવે તે પહેલા સત્વરે યોગ્ય નિકાલ કરવા સેતુબંધ ફાઉન્ડેશન મોરબીના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ માંગણી ઉઠાવી હતી.

- text