રાષ્ટ્રીય અવૉર્ડ મેળવી મોરબીના સ્કિન સ્પેશ્યલિસ્ટ ડોક્ટરે અપાવ્યું મોરબીને ગૌરવ

- text


બેસ્ટ સાયન્ટિફિક એક્ટિવિટી બદલ મોરબીના સ્કિન સ્પેશિયાલિસ્ટને રાષ્ટ્રીય એવોર્ડ

મોરબી : ચામડીના રોગો અંગે જાગૃતિ લાવવા બદલ મોરબીના સ્કિન સ્પેશિયાલિસ્ટ ડો. ભાવેશ દેવાણી તથા સેક્રેટરી ડો. પ્રિયંકા સુતરિયા અને ખજાનચી ડો. આશા માત્રાવડિયાનેબેસ્ટ સાયન્ટિફિક એક્ટિવિટી બદલ રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

સમગ્ર ગુજરાતના સ્કિન સ્પેશિયાલિસ્ટ એસોસીએસીનના પ્રમુખ અને સૌરાષ્ટ્રના જાણીતા સ્કીન સ્પેશિયાલિસ્ટ અને કોસ્મેટોલોજિસ્ટ એવા મોરબીના ડો. ભાવેશ દેવાણી તથા સેક્રેટરી ડો. પ્રિયંકા સુતરીયા તથા ખજાનચી ડો. આશા માત્રવાડીયાની સમગ્ર વર્ષ ૨૦૧૭ ની ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેઓની સમગ્ર ટીમને નેશનલ સ્કીન સ્પેશિયાલિસ્ટ એસોસિએશન દ્વારા કોચી ખાતે યોજાયેલ નેશનલ કોન્ફરન્સ માં રાષ્ટ્રીય અવૉર્ડ “બેસ્ટ સાયન્ટિફિક એક્ટિવિટી અને ઇન્ટર્નલ અડ્મિનિસ્ટ્રેશન ” એનાયત થયેલ છે.

- text

સમગ્ર વર્ષ દરમ્યાન આ વર્ષે સ્કીન સ્પેશિયાલિસ્ટ એસોસિએશન ગુજરાત દ્વારા જાહેર જનતા ની ચર્મ રોગો પ્રત્યે જાગૃતિ વધે અને તેમાંથી કઈ રીતે બચી શકાય તે માટે “સફેદ ડાઘ ની ગેરમાન્યતા વિષે જાગૃતિ અભિયાન” , હાલમાં ફુગજન્ય ચેપના વધતા જતા પ્રમાણ માટે વિવિધ સંસ્થામાં સંવાદ તથા ચોપાનિયાનું વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ , રક્તપિત્ત વિષે જાગૃતિ અંગે રેડિયો ટોક, વિવિધ નિદાન કેમ્પોમાં સ્કીન સ્પેશ્યલિસ્ટ તરીકે સેવાકાર્યો તેમજ સ્કિન સ્પેશ્યલિસ્ટ ડોક્ટર્સ માટે વિવિધ વિષયો પર જાણકારી આપતા કાર્યક્રમોનું સ્ટેટ લેવલ પર આયોજન કરવામાં આવેલ. આ બધાજ કાર્યોના પરિણામ રૂપે આ અવૉર્ડ મેળવીને મોરબીના ડો. ભાવેશ દેવાણી અને તેમની સમગ્ર ટીમે રાષ્ટ્રીય કક્ષાએ રાજકોટનું નામ ગુંજતું કર્યું છે.

આ તકે ગુજરાત સ્કીન સ્પેશ્યલિસ્ટ એસોસિએશન પ્રમુખશ્રી ડો. ભાવેશ દેવાણી, સેક્રેટરી ડો. પ્રિયંકા સુતરીયા અને સમગ્ર ટીમ ગુજરાતના સર્વે સાથી સ્કિન સ્પેશ્યલિસ્ટ અને જાહેર જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

- text