ફિલ્મ પદ્માવતને લઈ મોરબીમાં આઈજી કક્ષાના અધિકારી મુકાયા

- text


૬૦૦ સ્થાનિક પોલીસ જવાનની સાથે બહારથી ૧૫૦ પોલીસ જવાનો મુકાયા : રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ

મોરબી : બૉલીવુડ ફિલ્મ પદ્માવતને લઈ ઉઠેલા વિવાદ બાદ મોરબી જિલ્લામાં છમકલાં ચાલુ રહેતા મોરબીમાં આજી કક્ષાના અધિકારીને વિશેષ હવાલો સોપાયો છે અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવી રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કરાયું છે.

મોરબી જિલ્લા પોલીસ વડા જયપાલસિંઘ રાઠોડે જણાવ્યું હતું કે પદ્માવત ફિલ્મ રિલીઝને લઈ ઉઠેલા વિવાદ બાદ મોરબી જિલ્લામાં શાંતિ જળવાઈ રહે તે માટે આઇજી કક્ષાના અધિકારીને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે.

વધુમાં મોરબીમાં ૬૦૦ પોલીસ જવાન ઉપરાંત વધારાના ૧૫૦ પોલીસ જવાન બહારથી બોલાવી રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હોવાનું જણાવી તેમને ઉમેર્યું હતું કે એસટી સહિતના વિભાગો સાથે પોલીસ સતત સંકલનમાં છે અને કોઈ પણ બનાવ બને તો તાકીદે પોલીસને જાણ કરવા જણાવ્યું છે.

- text

દરમિયાન મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા સીનેમાલિકો સાથે પણ બેઠક યોજી સુરક્ષા વ્યવસ્થાની જરૂરત હોય તો સુરક્ષા પુરી પાડવા તૈયારી દર્શાવવામાં આવી હોવાનું તેમણે અંતમાં જણાવ્યું હતું.

- text