વાંકાનેરમાં એક નંગ બિયર સાથે સ્કોર્પિયો ચાલક ઝડપાયો : ચાર લાખની ગાડી કબ્જે

- text


વાંકાનેર : વાંકાનેરમાં સ્કોર્પિયો કારમાં એક નંગ બિયર સાથે નીકળેલા ચાર શખ્સો પોલીસની ઝપટે ચડી જતા ૧૨૦ રૂપિયાની કિંમતના બિયર સામે ૪ લાખની ગાડી અને મોબાઈલ સહિત પોલિસે ૪,૧૧,૧૨૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો.

જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે વાંકાનેર બાઉન્ડ્રી નજીક મેસરીયા ગામ પાસેથી પોલીસે શંકાના આધારે સ્કોર્પિયો કાર ચેક કરતા ૧ નંગ બિયર સાથે રાખી સ્કોર્પિયો કાર માંથી (૧) ચંદુભાઈ હનુભાઈ વિંજવાડીયા કોળી ઉવ-૨૪ રહે- સરતાન પર તા-વાંકાનેર (૨) વિપુલભાઈ વિઠલલ ભાઈ રીબડીયા કોળી ઉવ-૨૨ રહે- સરતાન પર તા-વાંકાનેર (૩) ખોડાભાઈ જીવાભાઈ સરાવડીયા ઉવ-૨૦ રહે- સરતાનપર તા-વાંકાનેર (૪) કાના ભાઈ બચુભાઈ રૂદાતલા જાતે-કોળી ઉવ-૨૦ રહે- તરકીયા ઝડપાઇ ગયા હતા.

- text

આ મામલે પોલીસે બ્લેક ફોર્ટ સુપરસ્ટોંગ બીયર બોટલ નંગ-૧ ૬૫૦ એમ.એલ ની કિ.રૂ. ૧૨૦, મોબાઇલ.નં-૩ કિ.રૂ. ૧૧૦૦૦/- તથા સ્કોર્પીયો કાર રજી નં- જી.જે.૩.ડી.જી. ૫૧૭૯ કિ.રૂ. ૪૦૦૦૦૦/- મળી. કુલ કિ.રૂ. ૪,૧૧,૧૨૦/- ના મુદ્દામાલ સહિત ચારેય વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.

- text