મોરબીમાં કિડના દર્દીઓના લાભાર્થે યોજાયેલ સપ્તાહમાં ૩૫ લાખનું દાન મળ્યું

- text


દાનની રકમ કિડની ડાયાલિસિસ સેન્ટરમાં વપરાશે : ૧૫ જાન્યુઆરીથી ડાયાલીસીસ સેન્ટરનો પ્રારંભ

મોરબી : મોરબીમાં કિડનીના દર્દીઓ માટે ડાયાલીસીસ સેન્ટર શરૂ કરવાના ઉમદા હેતુથી યોજાયેલ ભાગવત સપ્તાહમાં લોકોએ ઉદારહાથે દાનની સરવાણી વહાવતા કુલ ૩૫ લાખનું માતબર દાન મળ્યું છે.

સત્કાર્ય સેવા સમિતિ મોરબી, લાયન્સ ક્લબ ઓફ મોરબી, માતૃભુમી વંદના ટ્રસ્ટ અને બજરંગ ધૂન મંડળ સહિતની સંસ્થાઓ દ્વારા મોરબીમાં કીડની ડાયાલીસીસ સેન્ટરના લાભાર્થે શનાળા રોડ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભાગવત સપ્તાહમાં શાસ્ત્રી નીખીલ જોષીએ કથાનું રસપાન કરાવ્યું હતું તેમજ સપ્તાહ દરમિયાન વિવિધ ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

- text

મોરબીના દર્દીઓને રાહતદરે કીડની ડાયાલીસીસ સેવાઓનો લાભ મળી રહે તેવા શુભ આશયથી ડાયાલીસીસ સેન્ટરના લાભાર્થે યોજાયેલી ભાગવત સપ્તાહમાં ધર્મપ્રેમી જનતાએ પણ ઉદાર હાથે દાન કરીને કાર્યને સફળ બનાવ્યું હતું.

મોરબીમાં આગામી તા.૧૫ જાન્યુઆરીથી પાંચ મશીન સાથે ડાયાલીસીસ સેન્ટર શરુ કરવાના ઉદેશ્ય સાથે યોજાયેલી સપ્તાહમાં ૩૫ લાખની રકમ એકત્ર થતા આ રકમ ડાયાલીસીસ સેન્ટરના લાભાર્થે વાપરવામાં આવશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા લાયન્સ ગવર્નર ચંદ્રકાંતભાઈ દફતરી સહિતના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.

 

- text