ટંકારાના લજાઈમાં સીસી ટીવી કેમેરા કેમ ફિટ કર્યા કહી હુમલો

- text


ટંકારા : ટંકારાના લજાઈ ગામે પાનની દુકાને સીસી ટીવી કેમેરા ફિટ કરેલા હોય એક શખ્સે દુકાન માલિક પર હુમલો કરી કેમેરા કેમ ફિટ કર્યા કાઢી નાખજે કહી ધમકી આપતા પોલિસ ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા ક્રિપાલસિંહ હેમંતસિંહ ઝાલા લજાઈ ગામે પૂનમ નામની દુકાન આવેલ હોય અને ત્યાં સી.સી.ટી.વી. કેમેરા મુકેલ હોવાથી આજ ગામમાં રહેતા નટુભાઈ મનજીભાઈ મકવાણાને ગમતું ન હોય નટુભાઈએ હાથમાં લાકડાનો ધોકો લઇ ક્રિપાલસિંહની દુકાન પાસે આવીને જેમ ફાવે તેમ ભૂંડી ગાળો આપી તારી દુકાન પર રાખેલ સી.સી.ટી.વી. કેમેરા ઉતારી લેજે તેમ કહી લાકડાના ધોકાના બે ધા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

- text

આ મામલે ક્રિપાલસિંહએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે ઘટના અંગે ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે..

- text