મોરબી – જેતપર રોડ ઉપર ટ્રક હડફેટે ચકમપરના આધેડનું મોત

- text


મોરબી : મોરબીના જેતપર રોડ પર ચકમપર ગામે રહેતા આધેડના મોટર સાઈકલને ટ્રકે હડફેટે લેતા આધેડનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ નરેશભાઈ બાલુભાઈ હમીરપરા તથા ગુણવંતભાઈ સવસીભાઇ હમીરપરા,રે ચકમપરવાળા બને મોટર સાઈકલ નંબર જીજે ૩૬ એ ૬૮૮૯ લઈને જતા હતા દરમિયાન મોરબી-જેતપર રોડ પર પુરપાટ ઝડપે આવતા ટ્રક નંબર જીજે ૧૨ બીટી ૭૮૩૫ વાળાએ નરેશભાઈના મોટર સાઈકલને ઓવરટેક કરવા જતા હડફેટે લઇ મોટર સાઈકલને પછાડી દીધા હતા અને પાછળ બેઠેલ ગુણવંતભાઈ સવસીભાઈ હમીરપરના માથાના ઉપર ટ્રકનું પાછળનું ટાયર ફરી વળતા ધટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.

- text

ઘટના અંગે મૃતકના સગા નરેશભાઈએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા.મોરબી તાલુકા પોલીસે ફરિયાદના આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text