મોરબી જિલ્લાની ત્રણ બેઠકો માટે ૩૨ ઉમેદવારો મેદાનમાં

- text


મોરબીમાં ૮ , ટંકારામાં ૧૧ અને વાંકાનેરમાં ૧૩ ઉમેદવારો મેદાને

મોરબી : આજે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ બાદ મોરબી જિલ્લાનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે જિલ્લાની ત્રણ બેઠકોમાં કુલ ૩૨ ઉમેદવારો મેદાને રહ્યા છે જેમાં મોરબીમાં ૮, ટંકારામાં ૧૧ અને સૌથી વધુ ૧૩ ઉમેદવારો વાંકાનેર વિધાનસભા બેઠકમાં રહ્યા છે.

આજે મોરબી જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી આઈ.કે.પટેલે પત્રકાર પરિષદમાં મોરબી જિલ્લાનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે,મોરબી જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકોમાં આજે ઉમેદવારીપત્ર પરત ખેંચવાના છેલ્લા દિવસ સુધીમાં મોરબી વિધાનસભા બેઠકમાં ૧૬ માથી ૮ ઉમેદવારો મેદાને રહ્યા છે, જ્યારે ટંકારા બેઠકમાં ૧૫ માંથી ૧૧ ઉમેદવારો મેદાને રહ્યા છે. આ ઉપરાંત સૌથી વધુ ઉમેદવારો ધરાવતી વાંકાનેર બેઠકમાં ૨૧ માંથી ૧૩ ઉમેદવારો મેદાને રહ્યા છે. આજે મોરબી બેઠક પરથી કીશોર ચીખલીયા અને સુભાન મુલતાની તથા કાસમ સુમરા સહિતના અપક્ષ ઉમેદવારોએ કોંગ્રેસના સમર્થનમાં ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી.
આમ, હવે મોરબી જિલ્લામાં ત્રણ વિધાનસભા બેઠકોમાં કુલ 32 ઉમેદવારો મેદાને રહ્યા છે. જેની યાદી નીચે મુજબ છે.

મોરબી – માળીયા વિધાનસભા બેઠકના ફાઇનલ ઉમેદવારોની યાદી

(1) કાંતિલાલ શિવલાલ અમૃતિયા – ભાજપ

(2) બ્રિજેશ અમરશીભાઇ મેરજા – કોંગ્રેસ

(3) ધર્મેન્દ્રભાઈ શિવલાલભાઈ ગઢીયા – જનવિકલ્પ પાર્ટી

(4) દિપક ગાંડુભાઇ ગોગરા – શિવસેના

(5) અરવિંદભાઈ લાલજીભાઈ કાવર – અપક્ષ

(6) વિવેક જેન્તીલાલ મીરાણી – અપક્ષ

(7) રાઠોડ અરજણભાઈ પાલાભાઇ – અપક્ષ

- text

(8) સુખાલાલ ડાયાભાઇ કુંભારવાડીયા – અપક્ષ

ટંકારા – પડધરી વિધાનસભા બેઠકના ફાઇનલ ઉમેદવારોની યાદી

(1) લલિતભાઈ કરમશીભાઇ કગથરા – કોંગ્રેસ

(2) રાઘવજીભાઈ જીવરાજભાઈ ગડાર – ભાજપ

(3) શેખવા વેલજીભાઇ નાથુભાઈ – બસપા

(4) પરમાર નિર્મળાબેન કમલેશભાઈ – રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયા

(5) નરેન્દ્ર ચુનીલાલ બાવરવા – જન વિકલ્પ પાર્ટી

(6) વણોલ કેશરબેન વાલજીભાઇ – ભારતીય બહુજન કોંગ્રેસ

(7) અમૃતિયા હરસુખભાઈ રત્નાભાઇ – અપક્ષ

(8) આંત્રેસા રમેશભાઈ શીવાભાઈ – અપક્ષ

(9) ખોડાભાઈ જગાભાઈ પાંચિયા – અપક્ષ

(10) સતુભા અમરસંગ જાડેજા – અપક્ષ

(11) સદાતિયા અમૃતલાલ દેવશીભાઇ – અપક્ષ

વાંકાનેર – કુવાડવા બેઠકના ફાઇનલ ઉમેદવારોની યાદી  

(1) જગાભાઈ વિસાભાઇ ઝાપડિયા – એનસીપી

(2) જીતેન્દ્ર કાંતિલાલ સોમાણી – ભાજપ

(3) મહંમદજાવિદ અબ્દુલમુતલીબ પીરઝાદા – કોંગ્રેસ

(4) મુસ્તાકભાઈ ગુલામહુશેન બ્લોચ – બીએસપી

(5) ઉસ્માનગની હુશેન સેરશિયા – આમ આદમી પાર્ટી

(6) મામદભાઈ મિરાજી માથકીયા – જનતાદળ (યુ)

(7) હુસેનભાઇ જલાલભાઈ સેરશિયા – જનવિકલ્પ પાર્ટી

(8) ગોરધનભાઈ પોલાભાઈ સરવૈયા – અપક્ષ

(9) જીતેન્દ્રભાઈ પરસોતમભાઇ માંડાણી – અપક્ષ

(10) નારણભાઇ મનજીભાઇ અજાડીયા – અપક્ષ

(11) સિંધવ બળવંતભાઈ ગોવિંદભાઇ – અપક્ષ

(12) પીપરવાડીયા મહેબુબભાઇ જમાલભાઈ – અપક્ષ

(13) વાલજીભાઇ રાઘવજીભાઈ ચૌહાણ – અપક્ષ

 

- text