ટંકારા તાલુકાના ગામોમાં અર્ધ લશ્કરી દળોનું ફ્લેગમાર્ચ

- text


ટંકારા પીએસઆઇ ચૌધરી સહિતનો કાફલો જોડાયો: ગ્રામ્ય વિસ્તારોમાં ફ્લેગમાર્ચથી લોકોમાં કુતુહલ

મોરબી: ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પીએસઆઇ ચૌધરીની આગેવાની હેઠળ અર્ધ લશ્કરી દળો દ્વારા ફ્લેગમાર્ચ કરવામાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં કુતુહલ સર્જાયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કાયદો અને વ્યવસ્થાને સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી આજે ટંકારા ફોજદાર ચૌધરીના વડપણ હેઠળ ફ્લૅગમાર્ચ યોજાઈ હતી જેમાં જબલપુર જીવાપર. હરીપર. ભુતકોટડા. છતર. હીરાપર. સરાયા. સાવડી. ઓટાળા. ખાખરા. બંગાવડી. વાછકપર સહિતના ગામડામા ફ્લૅગ માર્ચ યોજવામાં આવી હતી.

- text

ગ્રામ્ય વિસ્તારોમાં અર્ધ લશ્કરી દળોના ફ્લેગમાર્ચને પગલે લોકોમાં કુતુહલ જોવા મળ્યું હતું અને ખાસ કરીને વૃદ્ધો અર્ધ લશ્કરીદળોના જવાનોને જોતા જ રહી ગયા હતા.

- text