મોરબીના ચકચારી માસુમ નિખીલ હત્યાકાંડમા શકમંદોનાં નાર્કોટેસ્ટની પિતાની માંગ

- text


મોરબી:મોરબીના ચકચારી માસુમ બાળક નિખીલ ધામેચા હત્યાકાંડમાં શકમંદોના નાર્કોટેસ્ટ કરાવવા માટે પિતા દ્વારા વડાપ્રધાનને પત્ર લખી માંગ કરવામા આવી છે.

મોરબીમા બે વર્ષ પુર્વે તા.૧૫-૧૨-૨૦૧૫ ના રોજ તપોવન વિદ્યાલયમા અભ્યાસ કરતા માસુમ બાળક નિખીલ પરેશભાઈ ધામેચાનુ અજાણ્યા શ્ખસો દ્વારા શાળાએથી અપહરણ કરવામા આવ્યુ હતુ આ કેસમા મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ દ્વારા માસુમ બાળક નિખીલને શોધવા જુદી-જુદી સાત ટીમો બનાવી જે તે સમયે રાત દિવસ એક કર્યા હતા પરંતુ બે દિવસ બાદ નિખીલ ની છરીના અસંખ્ય ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી લાશ રામઘાટ નજીક કોથળા માં લાશ નાખી અજાણ્યા નરાધમ હત્યારા નાસી છુટ્યા હતા.
આ હત્યાના મોરબી શહેર મા ભારે પ્રત્યાઘાતો પડ્યા હતા જો કે આ હત્યારાઓનો આજદીન સુધી કોઈ પત્તો મળ્યો નથી. આ હત્યાકાંડની તપાસ મોરબી પોલીસ પાસે થી લઈ અને સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવી હતી પરંતુ મૃતક નિખીલના પિતાએ જણાવ્યુ હતુ કે આજદીન સુધી સીઆઈડી ક્રાઈમના અધિકારીઓએ પરિવારના જ નિવેદન લીધા અન્ય કૉઈ દિશા મા તપાસ આરંભી જ નથી તેમજ પરિવારના જ વારંવાર નિવેદનો લેવાય છે આ સિવાય બીજુ કશુ જ કર્યુ ન હોવાના આક્ષેપો મૃતક નિખીલ ના પરિવાર જનો દ્વારા કરવામા આવી રહ્યા છે.
ત્યારે મૃતક માસુમ બાળક નિખીલના પિતા પરેશભાઈ ધામેચાએ આ કેસ સાથે જોડાયેલા શકમંદોના નાર્કોટેસ્ટ થાય તેવી માંગણી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી જાણ કરી છે અને નાર્કોટેસ્ટ માટે મંજુરી અપાવવા મદદરૂપ થવા દર્દભરી અપીલ કરી છે.

- text

- text