મચ્છુ-૧ ડેમ સિંચાઈ વિસ્તાર ના ખેડૂતોને પિયતના ફોર્મ ભરી જવા અપીલ

- text


ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા મચ્છુ-૧ સિંચાઈ યોજનાના સેક્શન-૨ હેઠળ આવતા ખેડૂતોને પિયત માટેના ફોર્મ ભરી જવા સિંચાઈ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.

- text

વાંકાનેર મચ્છુ-૧ સેકશન-૨ ના સિંચાઈ વિસ્તારમાં સમાવિષ્ટ તમામ ખેડુત ખાતેદારોને નમ્ર અપીલ કરવામા આવે છે કે નજીકના દિવસોમા જ મચ્છુ-૧ કેનાલમા પાણી છોડવામાં આવનાર હોવાથી કોઠારીયા, ટોળ, અમરાપર, પંચાસીયા, વાકીયા, સજનપર, ઘુનડા, હડમતિયા, લજાઈ, ટંકારા, વિરપર, રાજપર, રવાપર તમામ ગામના ખેડૂતોને ૭/૧૨/૮ અ લઈને મચ્છુ-૧ સેકસન-૨ ની કચેરી હડમતિયા ખાતે સિંચાઈના ફોર્મ ભરી જવા નમ્ર અપીલ કરવામાં આવે છે. સિંચાઈ માટેના ફોર્મ ન ભરવા કે આ બાબતે નિષ્કિયતા દાખવવાના સંજોગોમા સરકારી રેકર્ડ પર પિયત માટે પાણી મેળવાની જરૂરિયાત પ્રસ્થાપિત થતી નથી લાંબા સમયની આ પ્રકારની પરિસ્થિતિ બાદ સરકારશ્રીના સિંચાઈ વિભાગના રેકર્ડ પર પાણીની માગણી ન હોવાની બાબત ખેડૂતો માટે વિધાયક સાબિત થઈ શકે. માટે ખેડુતોઅે પોતાનો સિંચાઈ માટેનો હક કાયમી ધોરણે જાળવી રાખવા માટે નિયત ફી ભરી વહેલી તકે તમામ ખેડુતો ફોર્મ ભરી દે તેવી સેકસન અધિકારી પાચોટીયા દ્વારા અપીલ કરવામા આવી છે. સર્વે ખાતાધારકોને જાણ અર્થે જણાવાય છે કે અગાઉ ૩૦/૧૦/૨૦૧૭ હતી તે પિયતના ફોર્મની તારીખ ૫/૧૧/૨૦૧૭ સુધીની મુદત લંબાવાયેલ છે.

 

- text