હળવદ પોલીસે નવ ચોરાવ બાઇક સાથે 2 બાઇક ચોરોને ઝડપી લીધા

- text


મોરબી : હળવદ પોલીસે બાતમીના આધારે બે બાઇક ચોરને ઝડપી લીધા હતા. હાલ મોરબી રહેતા આ બાઇક ચોરોએ મોરબી, ધંધુકા, ભાવનગર અને બોટાદ સહિતના વિસ્તારોમાંથી કુલ નવ બાઇક ચોરી કર્યાની કબૂલાત આપી છે.

- text

હળવદ પોલીસ સ્ટેશનના પીએસઆઇ સી.એચ.શુક્લ, મહેશ બાલાસરા, ઇશ્વર કલોતરા, અજીતસિંહ સીસોદીયા, વિજયદાન ગઢવી સહિતના સ્ટાફે બાતમીના આધારે હળવડની મોરબી ચોકડી પાસે થી વનરાજ જેસીગભાઈ મોરી રહે હાલ લજાઈ, મૂળ ગઢડા તથા કિશન સાગરભાઈ પોલાદ્રા રહે હાલ રફળિયા,મોરબી મૂળ બરવાળા વાળાને ચોરાવ બાઇક જી.જે.03 ડી.આર.6240 સાથે ઝડપી લીધા હતા. હળવદ પોલીસને આ બાઇક ચોરોએ વધુ બાઇકો ચોર્યાની શંકાએ બાઈકચોરોની આગવી ઢબે પૂછપરછ કરતા આ બંને બાઇક ચોરોએ મોરબી શહેર, ધંધુકા, ભાવનગર અને બોટાદ સાહિતમાં વિસ્તારમાંથી કુલ નવ બાઇકો ચોર્યાની કબૂલાત આપી હતી. હળવદ પોલીસે પોતાની કુનેહથી કુલ નવ બાઈક ચોરીના ભેદ ઉકેલી બંને તસ્કરો પાસેથી ચોરાવ બાઇકો કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text