મોરબીમાં તાલુકા કક્ષાનો યુવક મહોત્સવ યોજાયો

- text


મોરબી:રાજ્ય સરકાર દ્વારા આયોજિત મોરબી તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ મોરબીની સાર્થક વિદ્યા મંદિરમાં યોજાઈ ગયો,જેમાં ૧૫ થી ૩૫ વર્ષના વિદ્યાર્થીઓ અને બિનવિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સાર્થક વિધ્યામંદિર ખાતે યોજાયેલ આ તાલુકા કક્ષાના યુવક મહોત્સવમાં પાદપૂર્તિ,દુહા-છન્દ,લોકવાર્તા,ભજન,લોકગીત,હળવું કંઠય સંગીત,વકતૃત્વ સ્પર્ધા,ગઝલ લેખન,કાવ્ય લેખન,તબલાવાદન,હાર્મોનિયમ,એકપત્રિય અભિનય,ચિત્રકલા,સહિતના જુદા-જુદા વિભાગમાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
આ યુવા મહોત્સવમાં જાણીતા કવિ અશ્વિનભાઈ બરાસરા, કવિ જલરૂપ અને હેતલબેન જાદવ નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતા.જુદી જુદી સ્પર્ધાઓમાં વિજેતા સ્પર્ધકો જાહેર કરવામાં આવ્યા હતા.

- text

આ સ્પર્ધામાં પાદર્પુતી લેખનમાં જનાર્દન દવે પ્રથમ,દુહા-છંદ,ચોપાઈમાં ગઢવી સીધ્ધદાન પ્રથમ ક્રમે, લોકવાર્તા માં ગઢવી આનંદભાઈ , ભજનમાં વ્યાસ પુજા , હળવું કંઠન સંગીત (અ)માં શુકલ હર્ષિત ,વકતૃત્વ સ્પર્ધામાં (અ)માં બરાસરા રવિ અને (બ)માં માનસેતા નીરવ ,ગઝલ સાયરી લેખન (બ)માં જર્નાદન દવે ,કાવ્ય લેખન (બ)માં જર્નાદન દવે , તબલા માં અઘારા વિવેક ,હારમોનિયમ હળવું (અ) માં દવે રવિકુમાર , એકપાત્રીય અભિનય (અ)માં પંડ્યા પાયલ , ચિત્રકલા (અ)ઘુમલ જલ્પા ,નિબંધ લેખન (અ)માં બારહર નિનાદ અને (બ)માં માનસેતા નીરવ તાલુકા કક્ષાએ પ્રથમ આવ્યા હતા હોવી આ સ્પર્ધકો જિલ્લા કક્ષાએ પોતાનું કલા કૌશલ્ય રજુ કરશે.

- text