મોરબીની પી.જી.પટેલ કોલેજમાં નવરાત્રી મહોત્સવ યોજાયો

- text


સિક્સ સ્ટેપ,દોઢીયું,સાલસા સ્ટેપ પર માનમૂકીને જુમ્યા વિદ્યાર્થીઓ

- text

મોરબી:મોરબીની જાણીતી પી.જી.પટેલ કોલેજ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું હતું જેમાં વિદ્યાર્થીઓ સિક્સ સ્ટેપ દોઢિયા,શેરમાં સહિતના સ્ટેપ લઈ મનમૂકીને રાસગરબે ઘૂમ્યા હતા.
પી.જી.પટેલ કોલેજ ખાતે યોજાયેલ રંગારંગ નવરાત્રી મહોત્સવ પ્રસંગે કોલેજના ટ્રસ્ટી દેવકરણભાઈ,પ્રિન્સિપાલ રવિન્દ્ર ભટ્ટ તેમજ શિક્ષણ જગતના મહાનુભાવોએ પ્રેરક હાજરી આપી વિદ્યાર્થીઓનો જુસ્સો વધાર્યો હતો.
નવરાત્રી મહોત્સવમાં વિદ્યાર્થીઓને બેસ્ટ એક્શન,બેસ્ટ ડ્રેસ,પ્રિન્સ,પ્રિન્સેસ સહિતની કેટેગરીમાં ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ તકે કોલેજના વિદ્યાર્થીઓની સાથે-સાથે સ્ટાફ મિત્રો પણ ઉત્સાહભેર ગરબે રમ્યા હતા અને રાસગરબા હરીફાઈમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને રાજકોટથી પધારેલ વિશિષ્ટ પ્રતિભાશાળી બાળક પ્રભુ જાનીના હસ્તે ઇનામ અપાયા હતા.
સમગ્ર આયોજનને સફળ બનાવવા પ્રિન્સિપાલ રવિન્દ્ર ભટ્ટ,કોલેજના પ્રા.હિતેન્દ્રસિંહ જાડેજા કે જેમને રાસગરબા મહોત્સવ પૂર્વે વિદ્યાર્થીઓને અવનવા સ્ટેપ શીખવી કાર્યક્રમને સફળ બનવવા ભારે જહેમત ઉઠાવી હતી..

- text