મોરબીમાં રાજપુત સમાજનો રાજ્ય કક્ષાનો તેજસ્વીતા સન્માન સમારોહ યોજાયો

- text


રાજ્યભરના સમાજના ૨૯૦ તેજસ્વી તારલાઓનું સન્માન : જયદીપ એન્ડ કંપની અને દેવ સોલ્ટ કંપનીને બિઝનેશ એવોર્ડ એનાયત

મોરબી : મોરબી જીલ્લા અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા સ્કાયમોલ ખાતે ૧૬માં રાજ્યકક્ષાના રાજપુત મેરીટ એવોર્ડ-૨૦૧૭ નામના તેજસ્વી છાત્રોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ મોરબીની જયદીપ એન્ડ કંપનીના દીલુભા જાડેજા અને દેવ સોલ્ટ કંપનીના ડી.એસ.ઝાલાનું ખાસ બિઝનેશ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં મહાનુભાવોના હસ્તે તેજસ્વી છાત્રોનું સન્માન કરી સમાજને વધુ શિક્ષણ લેવા પર ભાર મુકાયો હતો.
મોરબીમાં યોજાયેલ રાજ્યકક્ષાના રાજપુત સાંજના તેજસ્વી છાત્ર સન્માનન કાર્યક્રમમાં ઓનર નિર્માણ આઈ.એ.એસ. એકેડમી દિલ્હીના કમલદેવ નારાયણસિંઘ, મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા મેમ્બર ડો.મહેન્દ્રસિહ ચૌહાણ, કચ્છ યુનિવર્સીટીના ઉપકુલપતિ ડો. ચંદ્રસિહજી જાડેજા તેમજ ડો. જયેન્દ્રસિહ જાડેજા અને દશરથબા પરમાર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. આ મહાનુભાવોના હસ્તે રાજ્યભરના સમાજના ધો.૧૦ થી ઉચ્ચશિક્ષણમાં શ્રેષ્ઠ સિધ્ધી મેળવનાર ૨૯૦ જેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ હોસ્ટેલ કે છાત્રોમાં રહી અભ્યાસ કરતા હોય તેવા છાત્રોનું પણ સન્માન કરાયું હતું. જ્યારે મોરબીની જયદીપ એન્ડ કંપનીના દીલુભા જાડેજા અને દેવ સોલ્ટ કંપનીના ડી.એસ.ઝાલાનું ખાસ બિઝનેશ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે સમાજના મહાનુભવોએ હજી પણ શિક્ષણમાં વધુને વધુ આગળ વધવા માટેનું પ્રેરક ઉદબોધન કરીને વિદ્યાર્થીઓને અને વાલીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા મોરબી જીલ્લા અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘના પ્રમુખ નિરૂભા ઝાલા, મહામંત્રી જયેન્દ્રસિહ જાડેજા તથા મહાવીરસિહ ઝાલા, કિશોરસિંહ સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text