આમરણ નજીક ટ્રકે હડફેટે મહિલાને ગંભીર ઇજા

- text


મોરબી:આમરણ નજીક અજાણ્યા ટ્રકચાલકે માધાપર(સમાપર)ની મહિલાને હડફેટે લેતા ગંભીર ઇજા સાથે મોરબી સિવિલમાં ખસેડાઇ હતી પરંતુ હાલત ગંભીર જણાતા મહિલાને રાજકોટ ખસેડવામાં આવી છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ માધાપર (સમાપર)ના કંચનબેન વિનોદભાઇ સોલંકી
ઉ.૩૫ ને આમરણ મેલડી માતાજી ના મંદિર પાસે અજાણ્યા ટ્રક ચાલકે હઽફેટે લેતા ગંભીર ઇજા થતાં સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમની હાલત ગંભીર જણાતા મોરબી ખાતે પ્રાથમીક સારવાર આપી રાજકોટ રીફર કરાયા હતા.

- text