સરવડમાં જુગાર રમતા 9 ઝડપાયા : 9.97 લાખનો મુદ્દામાલ ઝપ્ત

- text


માળીયા મિયાંણાના સરવડ ગામે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે માળીયા પીએસઆઇ જે.ડી.ઝાલા સહિતના સ્ટાફે દરોડો પાડી સરવડમાં સ્મશાનની બાજુમાં જાહેરમાં જુગાર રમતા પુનિત પ્રભુ પટેલ, બાબુ ભગવાનજી પટેલ, મનોજ શાંતિલાલ પટેલ, ભાવેશ ભગવાનજી પટેલ, રવિરાજસિંહ ગજુભા ઝાલા, અમિત પ્રવીણ પટેલ, ભાવેશ બાબુ પટેલ, પ્રકાશ નાનજી પટેલ અને સંજય વેલજી પટેલને 26,900 રૂ. રોકડા તેમજ બે બાઇક, 8 મોબાઈલ અને 3 કાર સહિત કુલ રૂ. 9,97,900ની કિંમતનો મુદ્દામાલ ઝપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text