મોરબીમાં જૈન પરિવારના માતા-પુત્ર અને પુત્રીની કઠોર તપસ્યા

- text


10 વર્ષ ના પુત્રે 3 વર્ષ માં ઉપધ્યાન તાપ ,સિદ્ધિ તપ, સહીતના અનેક તપ કર્યા છે.હાલ માતા પુત્ર ,પુત્રી 394 દિવસ ના કઠોર વર્ષીદાન આરંભ્યું

મોરબી : જૈન ધર્મમાં આધ્યાત્મિક તરફ ગતિ કરવા માટે અનેક પ્રકારના કઠોર તપનું મહત્વ વધુ છે.તારે મોરબીમાં જૈન પરિવારના માતા પુત્ર અને પુત્રીએ અતિ કઠોર તપસ્યાઓ કરવામાં રીતસરની હરીફાઈ જામે છે. જોકે 10 વર્ષના પુત્રએ હસવા ખેલકૂદની ઉંમરે 3 વર્ષ ના ઉપધ્યાય તથા સિદ્ધિ તપ સહિતની અનેક પ્રકારની કઠોર તપસ્યા કરી છે. હાલ આ માતા પુત્ર અને પુત્રી 394 દિવસ ના કઠોર વર્ષીદાન તપ કરી રહયા છે
દરબારગઢ પાસે રહેતા અવનીબેન યોગેશભાઈ લોદરીયા (ઉ.વ.32) છેલ્લા 17 વર્ષથી ઉગ્ર તપસ્યા કરે છે.તેઓ 15 વર્ષ ના હતા ત્યારથી જૈન ધર્મમાં મહત્વના ગણાતા જુદી જુદી તપસ્યાઓ શરૂ કરી હતી. અત્યાર સુધી માં તેમને અઠ્ઠાઈ ,નવાઈ ,સોડભથ્થા ,સતિક્રમણ,ખીરસમૂહ ,દંડા સર્થ ,ગણધર સહિતના તપ કર્યા છે.તેમના માં રહેલા જૈન ધર્મ ના અધયાત્મિક સંસ્કારોનું તેમની પુત્રી ફોરમ (ઉ.વ 13) અને નાનો પુત્ર નૈનિલ (ઉ.વ.10) માં સીંચન થયું છે. નૈનિલ ત્રણ વર્ષ થી કઠોર તપસ્યા કરે છે,નૈનિલે અત્યાર સુધી માં સંતીક્રમણ ,ગણધરતપ,દંડાસર તપ ,ઉપધ્યાનતપ,સહીત ના તાપ કર્યા છે.આ તપ એટલા બધા કઠોર હોય છે કે ઉપધ્યાનતપ માં 45 દિવસ ઘરે રહેવાનું હોતું નથી અને સાધુ જેવું જીવન જીવવાનું હોય છે. સુર્યોદય થી માંડી ને સૂર્યાસ્ત સુધી જ પાણી પીવાનું હોય છે. સામાન્ય રીતે બાળક ભૂખ્યો તરસ્યો રહી શકતો નથી. ત્યારે નૈનિલ અડગ મનોબળ હોવાથી તેણે માત્ર દશ વર્ષ ની ઉંમરે આબેલની હોળી સહીત ના અનેક તપો કરીને આધ્યાત્મિક સિધ્ધિ મેળવી છે. તે કહે છે કે, આ કઠોર તપ કરવામાં મારુ મન કયારેય ડગમગ્યું નથી. ઉલ્ટા નું મારા મમ્મી વચ્ચે મારે તપ વધુ કરવાની હરીફાઈ રહે છે. આ તપ કરવાથી આધ્યાત્મિકતા વધુ કેળવાઈ છે.અને તપને કારણે ત્રણ વર્ષમાં મને એકપણ રોગ થયો નથી.અને અભ્યાસમાં હું તેજસ્વી રહ્યોં છું. ભણવામાં આત્મવિશ્વાસ વધવાની સાથે ધર્મભાવના મજબૂત થઈ છે.જયારે 13 વર્ષથી ફોરમે પણ અ ઠાઈ તપ,સિદ્ધિ તપ અને ઉપધ્યાનતપ કર્યા છે.હાલ આ માતા- પુત્ર અને પુત્રી કઠોરમાં અતિ કઠોર ગણાતા વર્ષી તપ કરી રહયા છે.અને આ વર્ષી તપ ના 394 દિવસમાંથી પાંચ મહિના પુરા કર્યા છે.
જયારે એક જ પરિવાર ના 4 સભ્યો ના અઠાઈ તપ કર્યા છે જેમાં મોરબી ના સામાકાંઠે આવેલા નટવરપાર્ક માં રહેતા વિમલભાઈ મૂળવંતરાય શાહ (ઉ.વ.40) તથા તેમની પુત્રીઓ પંકિત(ઉ.વ.12) અને પ્રાચી (ઉ.વ.15) અને પુત્ર કેવિન (ઉ.વ.19)એ પર્યુષણ પર્વ નિમિતે અઠાઈ તપની આરાધના કરી હતી.વિમલભાઈ એ જણાવ્યું હતું કે પર્યુષણ પર્વ નિમિતે આઠ દિવસના અઠાઈ તપ હોય છે. જેમાં આઠેય દિવસ માત્ર પાણી ઉપર જ રહેવાનું હોય છે. મેં તથા મારા નાના બાળકો એ આ કઠોર તપ કર્યા હતા એનાથી ધાર્મિકવૃત્તિ કેળવાઈ છે. મન અને હૃદય ની શુદ્ધિ થઈ છે.આજે આ અઠાઈ તપ ના ચારેય તપસ્વી ઓએ પારણા કાર્ય હતા.

- text

- text