માનવ સેવા અેજ પ્રભુ સેવાના ઉદેશથી અનોખી સેવા કરતા લજાઇના યુવાનો

- text


ટંકારાના લજાઈ ગામના યુવાનોની ” માનવ સેવા અે જ પ્રભુ સેવા” કરતી ” લજાઈ યુવા સેવા સમિતિ” દ્વારા પવિત્ર શ્રાવણમાસમાં સાતમ- આઠમના તહેવારમાં અેકદમ નિરાધાર કે ગરીબ પરિવાર જેમની પરિસ્થિતી બિલકુલ દયનિય હોય અને સાતમ-આઠમ જેવા પવિત્ર તહેવારમાં બાળ-બચ્ચાઆે માટે કશું જ રાશન રાંધ્યું ન હોય તેવા પરિવારોને ” લજાઈ સેવા સમિતિ” ના યુવાનો લજાઈ, હડમતિયા, સજ્જનપર ગામમાં મુલાકાત લઈ “કિટ” (મોતીયા લાડું, ચેવડો,ગાઠીયા, વેફર) વિતરણ કરવામાં આવતા ગરીબ પરિવારમાં ખુશી છવાઈ હતી. અને ગરીબ પરિવારોઅે આ સેવા સમિતિને અંતરહ્દયથી દુવા આપતા આવી સેવા કરવાનું વધું બળ પ્રાપ્ત થયાના અહેસાસ અનુભવવા લાગ્યા હતા. આ સમિતિને લજાઈ ગામમાં ગાયોની સેવા કરવાનું પણ પુણ્ય પાપ્ત થયેલ છે. અને હાલમાં પણ લજાઈ ગામમાં “ગૌશાળા” માં સેવા આપી રહ્યા છે.

- text

- text