લાતીપ્લોટમાં પાણી નિકાલ મુદ્દે પાલિકામાં લોકોના ટોળાની ઉગ્ર રજૂઆત

- text


ઠેર-ઠેર ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોની ધીરજ ખૂટી

મોરબી : મોરબીના બિઝનેસ હબ સમાન લાતીપ્લોટ વિસ્તારમાં વરસાદી પાણીનો અનેક રજુઆત બાદ પણ નિકાલ ન થતા અંતે આજે લોકોના ટોળે-ટોળા પાલિકા કચેરીમાં ઉમટી પડ્યા હતા. અને પાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં વર્ષોથી રોડ રસ્તા નહિ બનાવનાર પાલિકા તંત્ર દ્વારા પાણી નિકાલ મુદ્દે કોઈ કામગીરી ન કરતા હાલમાં વગર વરસાદે લાતીપ્લોટમાં ગોઠણડૂબ પાણી ભરાયેલા છે પરિણામે લોકોને આવન જાવન ઉપરાંત રોગચાળાની ભીતિ સેવાઈ રહી હોય આજે રહેવાસીઓ દ્વારા પાલિકામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.

- text