મોરબી જિલ્લામાં કપાસના પાકમાં ગુલાબી ઈયળોનો આંતક

- text


મોરબી, માળીયા ,ટંકારા, હળવદ બાદ હવે વાંકાનેર પંથકમાં ઈયળના ઉપદ્રવથી ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ

- text

મોરબી : મોરબી જિલ્લામાં કપાસનો પાક હજુ તો ઉગીને ઉભો થાય છે ત્યાં જ ગુલાબી ઈયળોએ આંતક મચાવતા કપાસના પાકનું બમ્પર વાવેતર સંપૂર્ણ પણે નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ઓણ સાલ મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં મગફળીના વાવેતરની સાથો સાથ અને કેટલાક તાલુકાઓમાં તો મગફળી કરતા પણ કપાસનું વધુ વાવેતર થયું છે,અને વરસાદ પણ પુષ્કળ પ્રમાણમાં થતા ખેડૂતોને કપાસનો સારો પાક ઉતરવાની આશા બંધાઈ છે પરંતુ આ વર્ષે કપાસના પાકમાં શરૂઆતના તબક્કામ જ ગુલાબી ઈયળનો ઉપદ્રવ આવતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે.

- text