જન્મ-મરણના પેન્ડિંગ કેસોના મુદ્દે કલેકટરને રજુઆત કરતા મોરબીના વકીલો

- text


જિલ્લા કલેકટરે સબડીવીઝન કચેરીમાંથી તાકીદે જુના પ્રશ્નોનો નિકાલ કરવા ખાતરી આપી

મોરબી : જન્મ-મરણના દાખલાના કેસોની સત્તા કોર્ટમાંથી સબ-ડિવિઝનલ કચેરીને અપાયા બાદ પ્રાંત કચેરી દ્વારા કેસોનો નિકાલ ન કરતા મોરબી વકીલ મંડળ દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી,વકીલોની રજુઆત ને પગલે જિલ્લા કલેકટરે આ પ્રશ્નો ફટાફટ ઉકેલ કરવાની ખાતરી આપી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા 6 થી 8 માસથી મોરબીમાં જન્મ-મરણ અંગેના કોર્ટ કાર્યવાહીના કિસ્સામાં સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટને સતા અપાયા બાદ આવા કિસ્સામાં કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા અનેક અરજદારો હેરાન થઈ રહ્યા છે.
આ મામલે આજે વકીલો કાજલ ચંડીભમર, ગૌતમ વરિયા, દિપક પારઘી, જાય પરીખ અને અશોક સરડવા સહિતના વકીલો દ્વારા જિલ્લા કલેકટરને જોરદાર રજુઆત કરવામાં આવતા જિલ્લા કલેકટરે જન્મ-મરણના દાખલાની બાબત માં ખાસ કિસ્સામાં કેસોનો નિકાલ કરવાની ખાતરી આપી હતી.

- text

- text