મોરબીમાં દારૂના નશામાં ચૂર બની નેપાળી ચોકીદાર ભડભડ સળગ્યો

- text


મોરબીના પ્રમુખ કોમ્પલેક્સમાં નોકરી કરતા ચોકીદારને ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાયો

મોરબી : મોરબીના રવાપર રોડ પર રહેતા અને પ્રમુખ કોમલેક્સમાં ચોકીદારી કરતા નેપાળી શખ્સે ગઈકાલે દારૂના નશામાં ચૂર બની શરીરે આગ ચાંપી લેતા સારવાર માટે રાજકોટ ખસેડવો પડ્યો હતો.
ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ પર પ્રમુખ કોમ્પલેક્સમાં ચોકીદારી કરતા હરક ઉર્ફે હરીશ માનસિંગ મૈયર ઉ.25 ગંભીર રીતે દાઝી જતા પ્રથમ મોરબી અને ત્યાર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરેલ છે. ગંભીર રીતે દાઝેલ હરીશના પત્નીએ જણાવ્યું હતું કે દારૂના નશામાં હરીશે શરીરે આગ ચાંપી લીધી હતી. ઘટના અંગે રાજકોટ પોલીસે કાગળો કરી મોરબી પોલીસ તરફ રવાના કર્યા છે.

- text

- text