ડેમ તૂટવાની અફવા સોશ્યલ મીડિયામાં નહિ પરંતુ લોકોમાં કર્ણોપકર્ણ ઉડી હોવાનું તારણ

- text


કલેક્ટર તંત્રએ ગંભીર નોંધ લીધી:સોશ્યલ મીડિયા માં અફવા ફેલાવતા પકડાય તો આકરા પગલાં

મોરબી : ગઈકાલે મોરબીનો મચ્છુ-2 ડેમ તૂટવાની અફવા મામલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલી તપાસમાં આ અફવા સોશ્યલ મીડિયા નહિ બલ્કે લોકેએ કર્ણોપકર્ણ વાત ફેલાવી વાતનું વતેસર કર્યાનું બહાર આવ્યું હતું, જો કે આમ છતાં જિલ્લા કલેક્ટરે અઅઅ બાબતની ગંભીર નોંધ લઈ સોશ્યલ મીડિયા પર બારીકાઈ થી નજર રાખવા સૂચના આપી છે.
સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે મોરબીનો મચ્છુ-2 ડેમ તૂટ્યો હોવાની અફવા ને પગલે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસને દોડધામ થઇ પડી હતી પરન્તુ મીડિયાએ જાગૃત બની અફવાનું ખંડન કર્યું હતું અને લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
વધુમાં અફવા અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવતા લોકોએ લાકડીયો ટાર ફેલાવી કર્ણોપકર્ણ ગપગોળા ચલાવ્યા હોવાથી વાત નું વતેસર થયું હતું અને લોકોમાં ભાગા-ભાગી થઇ હતી,વધુમાં સોશ્યલ મીડિયા થાકી અફવા ફેલાઈ નહોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ દ્વારા ભવિષ્યમાં આવું નથાય તે માટે સોશ્યલ મીડિયા પર બારીકાઈ થી નજર રાખવામાં આવી રહી છે અને આવી અફવા ફેલાવનાર પકડાય તો કડક પગલાં ભરવા સૂચના આપવમાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

- text

- text