મોરબીમાં મતદાર જાગૃતિ માટે યુવતીઓએ યોજી સ્કૂટર રેલી

- text


મોરબીની જે.એ.આર્ટ્સ કોલેજની 150 થી વધુ વિદ્યાર્થીનીઓ સ્કૂટર રેલીમાં જોડાઈ

મોરબી : મોરબી શહેરમાં મતદાર જાગૃતિ માટે આજ જે.એ.આર્ટ્સ કોલેજની 150 થી વધુ વિદ્યાર્થીનીઓ દ્વારા સ્કૂટર રેલી યોજવામાં આવી હતી જેને જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી આઈ.કે.પટેલે લીલીઝંડી આપી હતી.
આજે વહેલી સવારે મોરબી ની જે.એ.આર્ટ્સ કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા કોલેજ ખાતેથી રેલી શરૂ કરી હતી જેને જિલ્લા કલેક્ટર પટેલે પ્રારંભ કરાવ્યો હતો આ તકે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ચૌધરી,  ડે .કલેક્ટર દમયંતીબેન બારોટ કોલેજ ના સંચાલકો સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
જે.એ.આર્ટ્સ કોલેજ થી શરુ થયેલી કોલેજીયન યુવતીઓની આ સ્કૂટર રેલી રવાપર રોડ,રામચોક થઇ જુનાબસ સ્ટેન્ડ ગઈ હતી જ્યાંથી પરત કોલેજ પહોંચી હતી.

 

- text